Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Colossians 4 >> 

1માલિકો, સ્વર્ગમાં તમારા માલિક છે, તેવું સમજીને તમે તમારા સેવકો સાથે ન્યાયથી તથા સમાનતાથી વર્તન કરો.

2પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહો અને આભારસ્તુતિ કરીને જાગૃત રહો.

3ખ્રિસ્તના જે મર્મને સારું હું બંધનમાં છું, તે કહેવાને ઈશ્વર અમારે માટે સુવાર્તાનાં દ્વાર ઉઘાડે તે માટે અમારે સારુ પણ પ્રાર્થના કરો

4કે, જેથી મારે જેમ બોલવું જોઈએ તેમ હું પ્રગટ કરું.

5બિનવિશ્વાસીઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સદુપયોગ કરો.

6તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત અને સારું લાગે એવું હોય કે, જેથી દરેકને યોગ્ય જવાબ આપવાનું તમે સમજી શકો.

7પ્રભુમાં વહાલા ભાઈ, વિશ્વાસુ સેવક તથા સાથીદાસ તુખિકસ મારા વિષેની બધી માહિતી તમને આપશે.

8તેના દ્વારા તમને અમારી જાણકારી મળશે અને તે તમારા હૃદયને દિલાસો આપે, તે માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.

9તેની સાથે તમારા વિશ્વાસુ તથા વહાલો ભાઈ ઓનેસિમસને પણ મોકલ્યો છે. તેઓ અહીંના સર્વ સમાચાર તમને જણાવશે.

10મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક જેને વિષે તમને આજ્ઞા મળી છે કે, 'તે જો તમારી પાસે આવે તો તેનો સ્વીકાર કરજો,'

11અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, તેઓ તમને સલામ કહે છે. આ બધાં એકલા જ યહૂદી વિશ્વાસીઓમાંના છે, જે ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે; તેઓ મને દિલાસારૂપ થયા છે.

12એપાફ્રાસ જે તમારામાંનો એક છે અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને સલામ પાઠવે છે, તે તમારે માટે હમેશાં આગ્રહથી પ્રાર્થના કરે છે, કે તમે ઈશ્વરની સર્વ ઇચ્છામાં સંપૂર્ણ થઈને પૂરેપૂરી ખાતરી સાથે દૃઢ રહો.

13કેમ કે તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં તથા હિયરાપોલિસમાં છે તેઓને માટે તે બહુ કામ કરે છે. એવી ખાતરી હું આપું છું.

14વહાલો વૈદ લૂક તથા દેમાસ તમને સલામ પાઠવે છે.

15લાઓદિકિયામાના ભાઈઓને, નુમ્ફાને તથા તેના ઘરમાના વિશ્વાસી સમુદાયને સલામ કહેજો.

16આ પત્ર વાંચ્યા પછી તમે તેને લાઓદિકિયાના વિશ્વાસી સમુદાયમાં પણ વંચાવજો, અને લાઓદિકિયામાંથી જે પત્ર આવે તે તમે વાંચજો.

17આર્ખિપસને કહેજો કે, 'પ્રભુમાં જે સેવા તને સોપવામાં આવી છે તે સંપૂર્ણ હૃદયથી કરવાને તારે કાળજી રાખવી.'

18હું પાઉલ, મારે હાથે તમને સલામ લખું છું. મારાં બંધનો યાદ રાખજો. તમારા પર કૃપા હો.


  Share Facebook  |  Share Twitter

 <<  Colossians 4 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran