Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Thessalonians 1 >> 

1ઈશ્વર પિતામાં તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં થેસ્સલોનિકામાંની મંડળી (વિશ્વાસી સમુદાય)ને પાઉલ, સિલ્વાનસ તથા તિમોથી લખે છે; તમને કૃપા તથા શાંતિ હો.

2અમારી પ્રાર્થનાઓમાં તમારું સ્મરણ કરીને, અમે સદા તમો સર્વને માટે ઈશ્વરની આભારસ્તુતિ કરીએ છીએ;

3કેમ કે આપણા ઈશ્વર તથા પિતાની આગળ તમારા વિશ્વાસનાં કામ, પ્રેમપૂર્વકની મહેનત તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરની દ્રઢ (need to find an additional 'રકાર' here for 'દ' we are trying to get it added by Microsoft) આશાને કારણે ઉત્પન્ન થતી ધીરજને અમે હંમેશા યાદ કરીએ છીએ;

4ઈશ્વર જેને પ્રેમ કરે છે તે ભાઈઓ, તમે પસંદ કરાયેલા છો એ અમે જાણીએ છીએ;

5કેમ કે અમારી સુવાર્તા કેવળ શબ્દથી નહિ, પણ પરાક્રમથી, પવિત્ર આત્માથી તથા ઘણી ખાતરીપૂર્વક તમારી પાસે આવી; તેમ જ તમારે લીધે અમે તમારી મધ્યે કેવી રીતે રહ્યા હતા એ તમે જાણો છો.

6તમે ઘણી વિપત્તિઓ વેઠીને પવિત્ર આત્માના આનંદસહિત પ્રભુની વાત સ્વીકારીને અમને તથા પ્રભુને અનુસરનારા થયા.

7જેથી તમે મકદોનિયા તથા અખાયામાંના સર્વ વિશ્વાસીઓને નમૂનારૂપ થયા.

8કેમ કે કેવળ મકદોનિયા તથા અખાયામાં તમારાથી પ્રભુની વાતનો પ્રસાર થયો એટલું જ નહિ, પણ સર્વ સ્થળે ઈશ્વર પરનો તમારો વિશ્વાસ પ્રગટ થયો, એ બાબતે અમારે કશું કહેવાની જરૂર જણાતી નથી.

9લોકો પોતે અમારા વિષે એ બધી વાતો પ્રગટ કરે છે કે, કેવી પરિસ્થિતીમાં અમે તમારી મધ્યે આવ્યા અને તમે જીવંત તથા ખરા ઈશ્વરની સેવા કરવાને

10તથા ઈશ્વરના પુત્ર, એટલે આવનાર કોપથી આપણને બચાવનાર ઈસુ, જેમને તેમણે મૂએલાંમાંથી સજીવન કર્યા, તેમની આકાશથી આવવાની રાહ જોવાને, કેવી રીતે મૂર્તિઓ તરફથી ઈશ્વર તરફ, તમે ફર્યા.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Thessalonians 1 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran