Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Ephesians 3 >> 

1એ કારણથી, હું પાઉલ તમો બિનયહૂદીઓને માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન,

2ઈશ્વરની જે કૃપા તમારે સારુ મને આપવામાં આવી છે, તેના વહીવટ વિષે તમે સાંભળ્યું હશે કે,

3પ્રકટીકરણથી તેમણે [ઈશ્વરે] મને જે મર્મ સમજાવ્યો, તે વિષે મેં અગાઉ સંક્ષિપ્તમાં લખ્યું;

4તે વાંચીને તમે ખ્રિસ્તના મર્મ વિષેની મારી માહિતી જાણી શકશો.

5ઈશ્વર જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરીતોને તથા પ્રબોધકોને સારુ [પવિત્ર] આત્માથી પ્રગટ થયેલા છે, તેમ અગાઉની પેઢીના માણસોના જાણવામાં આવ્યા નહોતા,

6એટલે કે બિનયહૂદીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા,[અમારા]સાથી વારસો, તથા શરીરનાં સાથીઅવયવો, તથા તેમના વચનના સહભાગીદાર છે;

7ઈશ્વરના સામર્થ્યના પરાક્રમથી તથા તેમના આપેલા કૃપાદાન પ્રમાણે, હું આ સુવાર્તાનો સેવક થયેલો છું.

8હું સંતોમાં નાનામાં નાનો હોવા છતાં આ કૃપાદાન મને આપવામાં આવેલું છે કે, હું બિનયહૂદીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું;

9અને ઈશ્વર જેમણે સર્વનું સર્જન કર્યું છે, તેમનામાં યુગોથી ગુપ્ત રહેલા મર્મનું વહીવટ શો છે તે હું સર્વને જણાવું.

10એ સારુ કે જે સનાતન કાળનો ઇરાદો તેણે આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં રાખ્યો,

11તે [સંકલ્પ] પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન વિશ્વાસી સમુદાયદ્વારા જણાય.

12તે [ખ્રિસ્ત ઈસુ]માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે.

13એ માટે હું માંગુ છું કે, તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે નાહિંમત થશો નહિ કેમ કે તે વિપત્તિ તો તમારો મહિમા છે.

14એ કારણથી પિતા,

15જેમના નામ પરથી આકાશનાં તથા પૃથ્વી પરનાં સર્વ કુટુંબને નામ આપવામાં આવે છે,

16તે [પિતા] ની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું, કે તે [ઈશ્વર] પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તેમના [પવિત્ર] આત્મા દ્વારા તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે;

17અને વિશ્વાસથી તમારાં હૃદયોમાં ખ્રિસ્ત વસે; જેથી તમારાં મૂળ પ્રીતિમાં રોપીને અને તેનો પાયો દૃઢ કરીને,

18સર્વ સંતોની સાથે [ખ્રિસ્તની પ્રીતિની] પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ તથા ઊંડાઈ કેટલી છે તે તમે સમજી શકો,

19ખ્રિસ્તની પ્રીતિ જે માણસની સમજશક્તિની મર્યાદાની બહાર છે તે પણ તમે સમજી શકો; કે તમે ઈશ્વરની પરિપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.

20હવે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં, જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે, આપણે સારુ પુષ્કળ કરી શકે છે,

21તેમને [ઈશ્વરને] ખ્રિસ્ત ઈસુમાં તથા વિશ્વાસી સમુદાયમાં સર્વકાળ પેઢી દર પેઢી મહિમા હો. આમીન.


  Share Facebook  |  Share Twitter

 <<  Ephesians 3 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran