Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Ephesians 4 >> 

1એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો;

2સંપૂર્ણ દીનતા,નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો;

3શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.

4જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે;

5એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,

6એક ઈશ્વર અને સર્વના પિતા, તેઓ [ઈશ્વર] સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.

7આપણામાંના દરેકને ખ્રિસ્તના [કૃપા]દાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે.

8એ માટે તે કહે છે કે, ઊંચાણમાં ચઢીને તે [ઈસુ ખ્રિસ્ત] બંદીવાનોને લઈ ગયા તથા તેમણે માણસોને [કૃપા]દાન આપ્યાં.

9તે પૃથ્વીના નીચેના ભાગોમાં ઊતર્યા.

10જે ઊતર્યા તે [ઈસુ ખ્રિસ્ત] એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ આકાશો પર ઊંચે ચઢ્યા.

11વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારુ, ખ્રિસ્તનું શરીર ઉન્નતિ કરવાને સારુ,

12તેમણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા શિક્ષકો આપ્યા;

13ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા જ્ઞાનના ઐક્યમાં સંપૂર્ણ પુરષત્વને, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ;

14જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.

15પણ પ્રેમથી સત્યને બોલીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ.

16એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઇને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ શરીરની વૃદ્ધિ કરે છે.

17એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છે કે, જેમ બીજા બિનયહૂદી પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો;

18તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હ્રદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે.

19તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.

20પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,

21જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,

22તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો;

23અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.

24અને નવો મનુષ્યત્વ જે ઈશ્વર [ના મનોરથ] પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની શુદ્ધતામાં સરજાયેલો છે તે ધારણ કરો.

25એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ.

26ગુસ્સે થવાય ત્યારે [ખુન્નસ રાખવાનું] પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો;

27અને શેતાનને સ્થાન આપો નહિ.

28ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય.

29તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું હિત સધાય.

30ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે, તેને ખેદિત ન કરો.

31સર્વ [પ્રકાર]ની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, નિંદા તેમ જ સર્વ પ્રકારના દુરાચાર કરવાનું બંધ કરો.

32તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુંણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તની મારફતે ઈશ્વરે પણ તમને માફી આપી તેમ તમે એકબીજાને માફ કરો.


  Share Facebook  |  Share Twitter

 <<  Ephesians 4 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran