Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Thessalonians 2 >> 

1હવે ભાઈઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનઃઆગમન તથા તેમની પાસે આપણે એકત્ર થઈએ તે વિષે, અમે તમને વિનંતી કરીએ છીએ કે,

2પ્રભુનો દિવસ જાણે હમણાં જ આવ્યો હોય તેમ સમજીને તમે કોઈ આત્માથી, વચનથી કે જાણે અમારા તરફથી તમને મળેલા પત્રથી તમારા મનને જરાય ડગવા ન દો અને ગભરાઓ નહિ.

3કોઈ માણસ કોઈ પ્રકારે તમને છેતરે નહિ. કેમ કે એવું થતાં પહેલાં વિશ્વાસત્યાગ થશે તથા પાપનો માણસ જે વિનાશનો દીકરો છે, તે પ્રગટ થશે;

4જે ઈશ્વર મનાય છે અને આરાધ્ય ગણાય છે તે ઈશ્વરની વિરુદ્ધ થઈને તે પોતાને મોટો મનાવે છે. અને એ રીતે પોતે ઈશ્વર હોવાનો દાવો કરીને તે પોતે ઈશ્વરના ભક્તિસ્થાનમાં ઈશ્વર તરીકે બેસે છે.

5શું તમને યાદ નથી કે, હું તમારી સાથે હતો, ત્યારે મેં એ વાતો તમને જણાવી હતી?

6તે પોતાના યોગ્ય સમયે પ્રગટ થાય, ત્યાં સુધી તેમને શું અટકાવે છે તે હવે તમે જાણો છો.

7કેમકે અધર્મની ગુપ્ત અસરો હવે શરૂ થઈ ગઈ છે. પણ જે હાલ અટકાવનાર છે તેને વચમાંથી દૂર કરવામાં નહિ આવે ત્યાં સુધી તેને અટકાવવામા આવશે;

8ત્યાર પછી તે અધર્મી પ્રગટ થશે જેનો પ્રભુ ઈસુ પોતાના મુખની ફૂંકથી સંહાર કરશે સંહાર કરશે તથા પોતાના આગમનના પ્રભાવથી તેને નષ્ટ કરશે;

9શેતાનના કરાવ્યા પ્રમાણે સર્વ પ્રકારનાં ખોટા પરાક્રમો, ચિહ્નો તથા ચમત્કારો સાથે,

10તેમજ જેઓએ પોતાના ઉધ્ધારને અર્થે પ્રેમથી સત્યનો સ્વીકાર કર્યો નહિ, તેથી જેઓનો વિનાશ થાય છે તેમને માટે દરેક જાતના પાપરૂપી કપટ સાથે, તે અધર્મી પુરુષ પ્રગટ થશે.

11જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ, પણ અધર્મમાં આનંદ માન્યો, તે સર્વને દોષિત ઠરાવવાને માટે

12તેઓ અસત્ય માને તે માટે ઈશ્વર તેઓને ભ્રમણામાં નાખે છે.

13પણ ભાઈઓ, તમે પ્રભુને પ્રિય છો. તમારે વિષે સદા ઈશ્વરની સ્તુતિ કરવાને અમે બંધાયેલા છીએ, કેમકે આત્માના પવિત્રીકરણથી તથા સત્યના વિશ્વાસથી ઉધ્ધારને અર્થે ઈશ્વરે તમને આરંભથી પસંદ કરેલા છે.

14વળી એટલા જ માટે ઈશ્વરે તમને, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મહિમા પામવાને અર્થે અમારી સુવાર્તાથી તેડ્યા છે.

15માટે, ભાઈઓ, અડગ રહો, અને જે શિક્ષણ તમને વચન દ્વારા કે અમારા પત્ર દ્વારા મળ્યું છે તે પ્રમાણે ચાલો.

16હવે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને ઈશ્વર આપણા પિતા, જેમણે આપણા પર પ્રેમ કર્યો અને કૃપા કરીને આપણને સર્વકાળનો દિલાસો અને સારી આશા આપ્યાં,

17તે તમારાં હૃદયોને આશ્વાસન આપો અને દરેક સારા કાર્યમાં તમને દ્રઢ કરો.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Thessalonians 2 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran