Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Zechariah 2 >> 

1મેં મારી આંખો ઉપર કરીને જોયું તો એક માણસ હાથમાં માપવાની દોરી લઈને ઊભો હતો.

2મેં કહ્યું, "તું ક્યાં જાય છે?" ત્યારે તેણે મને કહ્યું, "યરુશાલેમની પહોળાઈ અને લંબાઈ કેટલી છે તે માપવા જાઉં છું."

3પછી મારી સાથે વાત કરનાર દૂત ત્યાંથી ચાલ્યો ગયો, બીજો દૂત તેને મળવા બહાર આવ્યો.

4બીજા દૂતે તેને કહ્યું, "દોડ અને પેલા જુવાનને કહે કે, 'યરુશાલેમમાં પુષ્કળ માણસો અને જાનવરો હોવાથી તે કોટ વગરના નગરની જેમ તેઓ તેમાં રહેશે.

5કેમ કે, યહોવાહ કહે છે કે, 'હું પોતે તેની આસપાસ અગ્નિના કોટરૂપ થઈશ, અને હું તેનામાં મહિમાવાન થઈશ.'

6યહોવાહ કહે છે; અરે, ઉત્તરના દેશમાંથી નાસી જાઓ 'વળી, યહોવાહ કહે છે કે મેં તમને આકાશના ચાર વાયુની જેમ વિખેરી દીધા છે-

7'હે સિયોન, બાબિલની દીકરી સાથે રહેનારી તું નાસી જા!'"

8કેમ કે સૈન્યોના યહોવાહ કહે છે જે પ્રજાઓએ તમને લૂંટ્યા છે તેમની વિરુદ્ધ સન્માન મેળવવા માટે તેમણે મને મોકલ્યો છે કેમ કે, જે તમને અડકે છે તે ઈશ્વરની આંખની કીકીને અડકે છે.

9"યહોવાહ કહે છે હું મારો હાથ તેઓ પર હલાવીશ તેઓ તેમના ગુલામોને હાથે લૂંટાશે." ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને મોકલ્યો છે.

10"સિયોનની દીકરી, ગાયન તથા આનંદ કર, કેમ કે, યહોવાહ કહે છે કે, હું આવું છું, હું તારી સાથે રહીશ."

11તે દિવસે ઘણી પ્રજાઓ યહોવાહની સાથે જોડાશે. તે કહે છે, "તમે મારા લોક થશો; હું તેમની વચ્ચે રહીશ." ત્યારે તમે જાણશો કે સૈન્યોના યહોવાહે મને તમારી પાસે મોકલ્યો છે.

12કેમ કે યહોવાહ યહૂદિયાને પોતાના હકના કબજાની જેમ પવિત્ર ભૂમિમાં વારસા તરીકે ગણી લેશે. તે પોતાના માટે ફરીથી યરુશાલેમને પસંદ કરશે.

13હે સર્વ માણસો, યહોવાહની આગળ શાંત રહો, કેમ કે તે પોતાના નિવાસ સ્થાનમાંથી જાગૃત થયા છે.


  Share Facebook  |  Share Twitter

 <<  Zechariah 2 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran