Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Joshua 12 >> 

1હવે આ દેશના રાજાઓ જેમના પર ઇઝરાયલના માણસોએ વિજય મેળવ્યો. યર્દનની પેલે પાર જ્યાંથી સૂર્યોદય થાય છે, આર્નોન નદીની ખીણથી હેર્મોન પર્વત તથા પૂર્વ તરફનો સઘળો અરાબા સુધીનો સઘળો દેશ કબજે કરી લીધો.

2સિહોન જે અમોરીઓનો રાજા હેશ્બોનમાં રહેતો હતો. તેણે આર્નોન ખીણની સરહદ પર આવેલા અરોએરથી ખીણની મધ્યેના શહેર અને અર્ધ ગિલ્યાદથી તે આમ્મોનીઓની સરહદ ઉપરની યાબ્બોક નદી સુધી રાજ કર્યું.

3સિહોને પૂર્વ તરફ કિન્નેરોથ સમુદ્ર સુધી અરાબા સુધી તથા પૂર્વ તરફ અરાબાના સમુદ્ર (ખારા સમુદ્ર) સુધી, બેથ-યશીમોથને રસ્તે અને દક્ષિણ તરફ, પિસ્ગા પર્વતની તળેટી સુધી રાજ કર્યું હતું.

4રફાઈઓના બાકી રહેલામાંનો બાશાનનો રાજા ઓગ, કે જે આશ્તારોથ તથા એડ્રેઇમાં રહેતો હતો.

5તેણે હેર્મોન પર્વત, સાલખા, આખા બાશાન, ગશૂરના લોકોની અને માખાથીઓની હદ સુધી અને અર્ધ ગિલ્યાદ, હેશ્બોનના રાજા સિહોનની હદ સુધી, રાજ કર્યું.

6યહોવાનાં સેવક મૂસાએ અને ઇઝરાયલના લોકોએ તેઓને હરાવ્યા. યહોવાનાં સેવકે મૂસાએ રુબેનીઓને, ગાદીઓને અને મનાશ્શાના અર્ધકુળને તે દેશ વતન તરીકે આપ્યો.

7યહોશુઆએ તથા ઇઝરાયલના લોકોએ જે રાજાઓને મારી નાખ્યા તેઓનો દેશ યર્દનની પશ્ચિમ બાજુએ, લબાનોનની ખીણમાંના બાલ-ગાદથી અદોમની પાસેના હાલાક પર્વત સુધી હતો. યહોશુઆએ ઇઝરાયલનાં કુળોને તે દેશ તેમના હિસ્સા પ્રમાણે વતન તરીકે આપ્યો.

8આ વિસ્તારમાં પહાડીપ્રદેશ, નીચાણવાળોપ્રદેશ, અરાબા, પર્વતોના ઢોળાવનો પ્રદેશ, અરણ્ય અને નેગેબનો સમાવેશ થતો હતો. તેમાં હિત્તીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓનો વસવાટ હતો.

9મારી નંખાયેલા રાજાઓમાં યરીખોનો રાજા, બેથેલની પાસેના આયનો રાજા,

10યરુશાલેમનો રાજા, હેબ્રોનનો રાજા,

11યાર્મૂથનો રાજા, લાખીશનો રાજા,

12એગ્લોનનો રાજા, ગેઝેરનો રાજા,

13દબીરનો રાજા, ગેદેરનો રાજા,

14હોર્માનો રાજા, અરાદનો રાજા,

15લિબ્નાનો રાજા, અદુલ્લામનો રાજા,

16માક્કેદાનો રાજા, બેથેલનો રાજા,

17તાપ્પૂઆનો રાજા, હેફેરનો રાજા,

18અફેકનો રાજા, લાશ્શારોનનો રાજા,

19માદોનનો રાજા, હાસોરનો રાજા,

20શિમ્રોન-મરોનનો રાજા, આખ્શાફનો રાજા,

21તાનાખનો રાજા, મગિદ્દોનો રાજા,

22કેદેશનો રાજા, કાર્મેલમાંના યોકનામનો રાજા,

23દોરના પર્વત પરના દોરનો રાજા, ગિલ્ગાલમાંના ગોઈમનો રાજા,

24અને તિર્સાનો રાજા હતો. એ મળીને રાજાઓની કુલ સંખ્યા એકત્રીસ હતી.


  Share Facebook  |  Share Twitter

 <<  Joshua 12 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran