Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Revelation 8 >> 

1જયારે તેણે સાતમી મહોર તોડી, ત્યારે આશરે એક ઘડી સુધી આકાશમાં મૌન રહ્યું.

2ઈશ્વરની આગળ જે સાત દૂતો ઊભા રહે છે તેઓને મેં જોયા, અને તેઓને સાત રણશિંગડાં અપાયાં.

3ત્યાર પછી બીજો દૂત આવીને વેદી પાસે ઊભો રહ્યો, તેની પાસે સોનાની ધૂપદાની હતી, અને તેને પુષ્કળ ધૂપદ્રવ્ય આપવામાં આવ્યું જેથી સર્વ સંતોની પ્રાર્થનાઓ સાથે, રાજ્યાસનની સામે જે સોનાની વેદી છે, તેના પર તે અર્પણ કરે.

4ધૂપનો ધુમાડો સંતોની પ્રાર્થનાઓ સાથે તે દૂતના હાથથી ઈશ્વરની સમક્ષ પહોંચ્ચો.

5દૂતે ધૂપપાત્ર લઈને તથા તેમાં વેદીનો અગ્નિ ભરીને તેને પૃથ્વી પર નાખી દીધો; પછી ગર્જનાઓ, વાણીઓ, વીજળીઓ તથા ધરતીકંપો શરૂ થયાં.

6જે સાત દૂતોની પાસે સાત રણશિંગડાં હતાં તેઓ વગાડવા સારુ તૈયાર થયા.

7પહેલા દૂતે પોતાનું રણશિંગડુ વગાડ્યું, એટલે લોહીમાં મિશ્રિત કરા તથા આગ થયાં, અને પૃથ્વી પર ફેંકાયાં. તેથી વૃક્ષોનો ત્રીજો ભાગ બળી ગયો, અને બધું લીલું ઘાસ સળગી ગયું.

8પછી બીજા દૂતે વગાડ્યું, ત્યારે આગથી બળતા મોટા પહાડના જેવું કશુંક સમુદ્રમાં નંખાયું, અને સમુદ્રનો ત્રીજો ભાગ લોહી થયો,

9તેને લીધે સમુદ્રમાંનાં જે પ્રાણીઓ જીવતાં હતાં, તેઓમાંનાં ત્રીજા ભાગનાં મૃત્યુ પામ્યાં. અને વહાણોનો ત્રીજો ભાગ નાશ પામ્યો.

10ત્રીજા દૂતે વગાડ્યું, અને દીવાના જેવો સળગતો એક મોટો તારો આકાશમાંથી નદીઓના ત્રીજા ભાગ પર તથા પાણીના ઝરાઓ પર પડ્યો.

11તે તારાનું નામ નાગદમણ, એક કડવી વનસ્પતિ હતું. તેથી પાણીનો ત્રીજો ભાગ કડવો થયો અને એ પાણીથી ઘણાં માણસો મરી ગયાં, કારણ કે પાણી કડવાં થયાં હતાં.

12પછી ચોથા દૂતે વગાડ્યું, ત્યારે સૂર્યના ત્રીજા ભાગ, ચંદ્રના ત્રીજા ભાગ અને તારાઓના ત્રીજા ભાગ પર પ્રહાર થયો, જેથી તેઓનો ત્રીજો ભાગ તથા રાત્રનો ત્રીજો ભાગ અંધકારરૂપ થયો, અને દિવસનો ત્રીજો ભાગ તથા રાતનો ત્રીજો ભાગ પ્રકાશરહિત થયો.

13મેં ગગનમાં ઊડતા એક ગરુડને મોટા અવાજથી એમ કહેતો સાંભળ્યો કે, બાકી રહેલા બીજા ત્રણ દૂતો જે પોતાના રણશિંગડા વગાડવાના છે, તેઓના અવાજને લીધે પૃથ્વી પરના લોકોને અફસોસ! અફસોસ! અફસોસ!


  Share Facebook  |  Share Twitter

 <<  Revelation 8 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran