Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Revelation 22 >> 

1સ્ફટિકના જેવી ચળકતી, જીવનના પાણીની નદી, ત્યારે તેણે મને ઈશ્વરના તથા હલવાનના રાજ્યાસનમાંથી વહેતી નગરના માર્ગ વચ્ચે બતાવી.

2એ નદીના બંને કિનારા પર જીવનનું વ્રુક્ષ હતું, તેને બાર પ્રકારનાં ફળ લાગતાં હતાં; દર માસે તે નવાં ફળ આપતું હતું; અને તે વ્રુક્ષનાં પાંદડાં સર્વ પ્રજાઓને નીરોગી કરવા માટે હતાં.

3ત્યાં કદી કોઈ શાપ થનાર નથી, પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે, અને તેમના સેવકો તેમની સેવા કરશે,

4તેઓ તેમનું મોં નિહાળશે. અને તેઓનાં કપાળ પર તેમનું નામ હશે.

5ફરીથી રાત પડશે નહિ; તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ ઈશ્વર તેઓ પર પ્રકાશ પાડશે, અને તેઓ સદા સર્વકાળ રાજ્ય કરશે.

6તેણે મને કહ્યું કે, 'એ વાતો વિશ્વાસનીય તથા સાચી છે; અને પ્રભુ જે પ્રબોધકોના આત્માઓના ઈશ્વર છે તેમણે જે થોડા સમયમાં થવાનું છે તે પોતાના સેવકોને બતાવવા સારુ પોતાના દૂતને મોકલ્યો છે.

7જુઓ, હું થોડીવારમાં આવું છું, આ પુસ્તકમાંના ભવિષ્યવચનો જે પાળે છે તે આશીર્વાદિત છે.'

8જેણે એ સાંભળ્યું તથા જોયું છે તે હું યોહાન છું; અને જ્યારે મેં સાંભળ્યું ને જોયું, ત્યારે જે દૂતે મને એ બિના બતાવી, તેને પ્રણામ કરવા હું તેની આગળ નમ્યો.

9પણ તેણે મને કહ્યું કે, 'જોજે, એમ ન કર, હું તો તારો તથા તારા સાથી પ્રબોધકોનો ભાઈઓ અને બહેનો તથા આ પુસ્તકની વાતોને પાળનારાનો સાથીસેવક છું; તું ઈશ્વરની ભક્તિ કર.'

10તેણે મને કહ્યું કે, 'આ પુસ્તકમાંના ભવિષ્ય વચનોને સીલથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે.

11જે અન્યાયી છે તે હજી અન્યાય કર્યા કરે, જે મલિન છે તે હજુ મલિન થતો જાય, અને જે ન્યાયી છે તે ન્યાયી કૃત્યો કર્યો કરે, અને જે પવિત્ર છે તે પવિત્ર થતો જાય.

12જુઓ, હું થોડીવારમાં આવું છું, અને દરેકનું જેવું કામ હશે તે પ્રમાણે તેને ભરી આપવાનો બદલો મારી પાસે છે.

13હું આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લો, આરંભ તથા અંત છું.

14જીવનના વ્રુક્ષ પર તેઓને હક મળે અને તેઓ દરવાજામાં થઈને નગરમાં પ્રવેશ કરે તે માટે જેઓ પોતાનાં વસ્ત્ર ધોવે છે તેઓ આશીર્વાદિત છે.

15કૂતરા, તાંત્રિકો, વ્યભિચારીઓ, હત્યારાઓ, મૂર્તિપૂજકો તથા જેઓ અસત્ય ચાહે છે અને આચરે છે, તેઓ બધા નગરની બહાર છે.

16મેં ઈસુએ મારા દૂતને મોકલ્યો છે કે તે વિશ્વાસી સમુદાયને સારુ આ સાક્ષી તમને આપે. હું દાઉદનું મૂળ, સંતાન તથા પ્રભાતનો ઉજ્જવળ તારો છું.

17આત્મા તથા કન્યા બંને કહે છે કે, 'આવો;' અને જે સાંભળે છે તે એમ કહે કે, 'આવો,' અને જે તૃષિત હોય. તે આવે; જેની ઇચ્છા હોય તે જીવનનું જળ મફત લે.

18આ પુસ્તકમાંના ભવિષ્યવચનો જે કોઈ સાંભળે છે તેને હું સોગન દઈને કહું છું, 'જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલી આફતો વધારશે;

19અને જો કોઈ આ ભવિષ્યવચનના પુસ્તકનાં વચનોમાંથી કંઈ પણ રદ કરશે, તો ઈશ્વર તેનો ભાગ જીવનના વ્રુક્ષમાંથી તથા પવિત્ર નગરમાંથી, જેમના વિષે આ પુસ્તકમાં લખેલું છે તેમાંથી કાઢી નાખશે.'

20જે આ વાતોની સાક્ષી આપે છે તે કહે છે કે, 'હા, થોડીવારમાં આવું છું.' આમીન, 'ઓ પ્રભુ ઈસુ, આવો.'

21પ્રભુ ઈસુની કૃપા સંતો પર હો, આમીન.


  Share Facebook  |  Share Twitter

 <<  Revelation 22 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran