Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Deuteronomy 23 >> 

1જો કોઈ વ્યક્તિના વૃષણ ઘાયલ થયાં હોય અથવા જેની જનનેન્દ્રિય કાપી નાખવામાં આવી હોય, તેને યહોવાહની સભામાં દાખલ થવા દેવો નહિ.

2વ્યભિચારથી જન્મેલો યહોવાહની સભામાં પ્રવેશ ન કરે; તેઓની છેક દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં પ્રવેશ કરે નહિ.

3આમ્મોની કે મોઆબી અથવા દસ પેઢી સુધી તેઓનું કોઈ પણ યહોવાહની સભામાં દાખલ થાય નહિ.

4કારણ કે, જયારે તમે મિસરમાંથી બહાર આવ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ; વળી તેને લીધે તેઓએ અરામ-નાહરાઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તમને શાપ આપવા તેને બોલાવ્યો.

5પરંતુ યહોવાહ તમારા ઈશ્વરે બલામની વાત સાંભળી નહિ પણ યહોવાહ તમારા ઈશ્વરે તમારે માટે શાપને બદલીને આશીર્વાદ આપ્યો. કારણ કે યહોવાહ તમારા ઈશ્વર તમારા પર પ્રેમ રાખતા હતા.

6તમે તમારા આખા આયુષ્યભર કદી તેઓની શાંતિ કે આબાદી શોધશો નહિ.

7પરંતુ તમે કોઈ અદોમીઓનો તિરસ્કાર કરશો નહિ કારણ કે તેઓ તમારા ભાઈ છે; અને મિસરવાસીઓનો તિરસ્કાર કરશો નહિ, કેમ કે તમે તેના દેશમાં પ્રવાસી હતા.

8તેઓની ત્રીજી પેઢીનાં છોકરા જે તેઓને જન્મ્યાં તેઓ યહોવાહની સભામાં પ્રવેશ કરી શકે.

9જયારે તમે તમારા શત્રુઓની સામે છાવણીમાં જાઓ ત્યારે દરેક પ્રકારની દુષ્ટતાથી દૂર રહો.

10જો તમારામાંથી કોઈ પુરુષ રાતના અચાનક બનાવથી અશુદ્ધ થયો હોય તો તેણે છાવણીમાંથી બહાર ચાલ્યા જવું અને તેણે છાવણીની અંદર પાછા ન આવવું.

11પરંતુ એમ થાય કે સાંજ પડતાં તેણે સ્નાન કરવું અને જયારે સૂર્ય અસ્ત થાય ત્યારે તેણે છાવણીમાં પાછા આવવું.

12વળી કુદરતી હાજતે જવા માટેની જગ્યા તમારે છાવણીની બહાર રાખવી અને પછી તમારે તે માર્ગે જવું;

13અને ખાડો ખોદવા માટે તમારાં હથિયારોમાં તમારી પાસે કશું રહે; અને જયારે તમે કુદરતી હાજતે જાઓ ત્યારે તમારે ખાડો ખોદીને વિષ્ટાને માટી વડે ઢાંકી દેવી.

14આમ કરવાથી યહોવાહ તમારા ઈશ્વર તમારું રક્ષણ કરવા તથા શત્રુઓને તમારા હાથમાં સોંપવાને તમારી છાવણીમાં ફરે છે. માટે તમારી છાવણી શુદ્વ રહે. વળી તમારામાં કોઈ અશુદ્ધ વસ્તુ જોઈને તે તમારાથી દૂર જતા રહે નહિ.

15જો કોઈ દાસ તેના માલિક પાસેથી તમારી પાસે નાસી આવ્યો હોય. તેને તમે પાછો તેના માલિકને ન સોંપો.

16તમારાં નગરોમાંથી તેને જયાં પસંદ પડે ત્યાં રહેવા દેવો અને તમારે તેના પર જુલમ કરવો નહિ.

17ઇઝરાયલની દીકરીઓમાં કોઈ પણ વેશ્યા ન હોય અને ઇઝરાયલપુત્રોમાં કોઈ સજાતીય સંબંધ ધરાવતા ન હોય.

18ગણિકાની કમાણી તથા કૂતરાનું મૂલ્યની માનતા ઉતારવા માટે યહોવાહ તમારા ઈશ્વરના ઘરમાં લાવવા નહિ; કારણ કે એ બન્ને કમાણીને યહોવાહ તમારા ઈશ્વર ધિક્કારે છે.

19તમે તમારા ભાઈને કંઈ પણ વ્યાજે ન ધીરો; નાણાનું વ્યાજ કે અનાજનું વ્યાજ કે વ્યાજે ધીરાતી કોઈપણ વસ્તુનું વ્યાજ લેવું નહિ.

20પરંતુ પરદેશીને વ્યાજે આપવાની છૂટ છે. પણ તમારા ઇઝરાયલી ભાઈઓ પાસે વ્યાજ લેવું નહિ, તેથી જે દેશનું વતન પામવા તમે જાઓ છો. તેમાં જે કશામાં તમે હાથ લગાડો તેમાં યહોવાહ તમારા ઈશ્વર આશીર્વાદ આપે.

21જો તમે યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે માનતા લો તો તે પૂર્ણ કરવામાં વિલંબ ન કરો, કારણ કે યહોવાહ તમારા ઈશ્વર નિશ્ચે તમારી પાસેથી ઉત્તર લેશે. કેમ કે એ તો તમારો દોષ ગણાય.

22પણ જો તમે માનતા લેવા માંગતા ન હોય તો તેથી તમે દોષિત નહિ ઠરો.

23પરંતુ જે કંઈ બોલ્યા હોય તે તમે પાળો, તથા અમલમાં મૂકો; યહોવાહ તમારા ઈશ્વર પ્રત્યે જે કંઈ માનતા લીધી હોય એટલે કે જે ઐચ્છિકાર્પણનું વચન તે તમારા મુખથી આપ્યું હોય તો તે પ્રમાણે કરો.

24જયારે તમે તમારા પડોશીની દ્રાક્ષવાડીમાં જાઓ ત્યારે મરજી પ્રમાણે દ્રાક્ષ ધરાઈને ખાઈ શકો છો, પરંતુ તમારા પાત્રમાં ભરીને લઈ જાઓ નહિ.

25તમે તમારા પડોશીના ખેતરમાં જાઓ ત્યારે કણસલાં તોડવાની છૂટ છે. પણ તારા પડોશીનાં પાકેલાં અનાજને દાંતરડાથી કાપી લો નહિ.


  Share Facebook  |  Share Twitter

 <<  Deuteronomy 23 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran