Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 96 >> 

1યહોવાહની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાહની આગળ ગાઓ.

2યહોવાહની આગળ ગાઓ, તેમના નામની પ્રશંસા કરો; તેમના દ્વારા મળતો ઉદ્ધાર દિનપ્રતિદિન પ્રગટ કરો.

3વિદેશીઓમાં તેમનો મહિમા પ્રગટ કરો, સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.

4કારણ કે યહોવાહ મહાન છે અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.

5કેમ કે લોકોના સર્વ દેવો મૂર્તિઓ જ છે, પણ યહોવાહે, આકાશોને ઉત્પન્ન કર્યાં.

6ભવ્યતા અને મહિમા તેમની હજૂરમાં છે. સામર્થ્ય તથા સૌંદર્ય તેમના પવિત્રસ્થાનમાં છે.

7લોકોનાં કુળો, યહોવાહની સ્તુતિ કરો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાહને આપો.

8યહોવાહના નામને શોભતું ગૌરવ તેમને આપો. અર્પણ લઈને તેમના આંગણામાં આવો.

9પવિત્રતાની સુંદરતાએ યહોવાહને ભજો. આખી પૃથ્વી, તેમની આગળ કંપો.

10વિદેશીઓમાં કહો, "યહોવાહ રાજ કરે છે." જગત પણ એવી રીતે સ્થાપન કરવામાં આવ્યું છે કે તે ખસેડી શકાય નહિ. તે યથાર્થપણે લોકોનો ન્યાય કરશે.

11આકાશો આનંદ કરો અને પૃથ્વી હરખાઓ; સમુદ્ર તથા તેનું ભરપૂરીપણું ગાજો.

12ખેતરો અને તેમાં જે કંઈ છે, તે સર્વ આનંદ કરો. વનનાં સર્વ વૃક્ષો હર્ષ સાથે

13યહોવાહની આગળ ગાઓ, કેમ કે તે આવે છે. તે પૃથ્વીનો ન્યાય કરવા આવે છે. તે પ્રમાણિકપણે જગતનો અને વિશ્વાસુપણે લોકોનો ન્યાય કરશે.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 96 >> 


Bible2india.com
© 2010-2026
Help
Dual Panel

Laporan Masalah/Saran