Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 9 >> 

1હું મારા સંપૂર્ણ હૃદયથી યહોવાહની આભારસ્તુતિ કરીશ; હું તમારાં સર્વ આશ્ચર્યકારક કૃત્યો જાહેર કરીશ.

2હું તમારામાં આનંદ પામીશ તથા ઉલ્લાસ કરીશ; હે પરાત્પર, હું તમારા નામનું સ્તોત્ર ગાઈશ.

3જ્યારે મારા શત્રુઓ પાછા ફરે છે, ત્યારે તમારી આગળ તેઓ ઠોકર ખાઈને નાશ પામે છે.

4કેમ કે તમે મારો હક તથા દાવો સિદ્ધ કર્યો છે; ન્યાયાસન પર બેસીને તમે સાચો ન્યાય કર્યો છે.

5તમે વિદેશીઓને ધમકાવ્યા છે, તમે દુષ્ટોનો નાશ કર્યો છે; તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.

6શત્રુઓનો ખંડેરોની જેમ અંત આવશે તેઓ હંમેશને માટે નાશ પામ્યા છે. જે નગરો તમે પાયમાલ કર્યાં છે, તેમનું સ્મરણ પણ રહ્યું નથી.

7પણ યહોવાહ સદાકાળ રાજ કરશે; તેમણે ન્યાય કરવાને માટે પોતાનું આસન તૈયાર કર્યું છે.

8તે ન્યાયીપણાથી જગતનો ન્યાય કરશે. તે લોકોનો અદલ ઇનસાફ કરશે.

9વળી યહોવાહ હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે, તે સર્વ સંકટસમયે ગઢ થશે.

10જેઓ તમારું નામ જાણે છે, તેઓ તમારા પર ભરોસો રાખશે, કારણ કે, હે યહોવાહ, તમે તમારા શોધનારને તરછોડ્યા નથી.

11સિયોનના અધિકારી યહોવાહનાં સ્તુતિગાન ગાઓ; લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો.

12કેમ કે લોહીનો બદલો માગનાર ગરીબોનું સ્મરણ રાખે છે; તે તેમની અરજ ભૂલી જતા નથી.

13હે યહોવાહ, મારા પર દયા કરો; મોતના દ્વારથી મને ઉઠાડનાર, મારો દ્વ્રેષ કરનાર મને દુ:ખ દે છે, તે તમે જુઓ.

14સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું હું તમારા ઉદ્ધારમાં હર્ષ પામીશ.

15પોતે ખોદેલા ખાડામાં વિદેશીઓ પડ્યા છે; પોતે સંતાડી રાખેલા પાશમાં તેઓના પોતાના પગ સપડાયા છે.

16યહોવાહે પોતે પોતાની ઓળખાણ આપી છે; તેમણે ન્યાય કર્યો છે; દુષ્ટો પોતાના હાથના કામમાં પોતે ફસાઈ ગયા છે. સેલાહ

17દુષ્ટો, એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે.

18કેમ કે દરિદ્રીને હંમેશા ભૂલી જવામાં આવશે નહિ, ગરીબોની આશા હંમેશ માટે નિષ્ફળ જશે નહિ.

19હે યહોવાહ, ઊઠો; માણસને અમારા પર વિજયી ન થવા દો; તમારી સમક્ષ રાષ્ટ્રોનો ન્યાય થાય.

20હે યહોવાહ, તેઓને ભયભીત કરો; જેથી રાષ્ટ્રો જાણે કે તેઓ માણસો જ છે. સેલાહ


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 9 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran