Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 63 >> 

1હે ઈશ્વર, તમે મારા ઈશ્વર છો; હું ગંભીરતાપૂર્વક તમારી શોધ કરીશ; જ્યાં પાણી હોતું નથી, એવા સૂકા તથા ખેદજનક દેશમાં મારો આત્મા તમારે માટે તલસે છે અને મારો દેહ તમારે માટે તલપે છે.

2તેથી તમારું સામર્થ્ય તથા ગૌરવ જોવાને માટે મેં પવિત્રસ્થાનમાં તમારી તરફ જોયું છે.

3કારણ કે તમારી કૃપા જીવન કરતાં ઉત્તમ છે, મારા હોઠો તમારી સ્તુતિ કરશે.

4હું આવી રીતે મરણ પર્યંત તમને ધન્યવાદ આપીશ; હું તમારે નામે મારા હાથ જોડીને ઊંચા કરીશ.

5હું મારી પથારીમાં તમારા વિષે વિચારું છું; અને રાતના સમયે હું તમારું મનન કરું છું

6મજ્જા તથા મેદથી મારો આત્મા તૃપ્ત થશે અને હર્ષિત હોઠોથી મારું મુખ તમારું સ્તવન કરશે.

7કેમ કે તમે મારા સહાયકારી થયા છો અને હું તમારી પાંખોની છાયામાં હરખાઈશ.

8મારો આત્મા તમને વળગી રહે છે; તમારો જમણો હાથ મને ઊંચકી રાખે છે.

9પણ જેઓ મારા આત્માનો નાશ કરવા મથે છે, તેઓ પૃથ્વીના ઊંડાણમાં ધકેલાઈ જશે.

10તેઓ તરવારને સ્વાધીન થશે; તેઓ શિયાળોનું ભક્ષ થઈ જશે.

11પણ રાજા ઈશ્વરમાં આનંદ કરશે, જે તેમના સમ ખાય છે તે દરેકનો જય થશે, પણ જૂઠું બોલનારાનાં મુખ તો બંધ કરી દેવામાં આવશે.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 63 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran