Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 60 >> 

1હે ઈશ્વર, તમે અમને તજી દીધા છે; તમે અમને પાયમાલ કર્યા છે; તમે કોપાયમાન થયા છો; અમને ફરીથી સ્થાપો.

2તમે દેશને ધ્રૂજાવ્યો છે; તમે તેને ચીરીને અલગ કર્યો છે; તેના વિભાગોને તમે સમારો, કેમ કે તે કાંપે છે.

3તમે તમારા લોકોને અતિ વિકટ સમયમાં લઈ ગયા છો; તમે અમને લથડિયાં ખવડાવનારો દ્રાક્ષારસ પીવડાવ્યો છે.

4તમે તમારી બીક રાખનારાઓને ધ્વજા આપી છે, કે જેથી તે સત્યને અર્થે પ્રદર્શિત કરાય.

5કે જેથી જેઓ તમને પ્રેમ કરે છે, તેઓ છૂટી જાય, તમારા જમણા હાથથી અમને છોડાવો અને મને જવાબ આપો.

6ઈશ્વર પોતાની પવિત્રતાએ બોલ્યા છે, "હું હરખાઈશ; હું શખેમના ભાગ પાડીશ અને સુક્કોથની ખીણ વહેંચી આપીશ.

7ગિલ્યાદ મારું છે અને મનાશ્શા પણ મારું છે; એફ્રાઇમ પણ મારા માથાનો ટોપ છે. યહૂદિયા મારો રાજદંડ છે.

8મોઆબ મારો કળશિયો છે; અદોમ ઉપર હું મારું પગરખું નાખીશ; હું પલિસ્તીઓને કારણે હું જય પોકાર કરીશ.

9મજબૂત શહેરમાં મને કોણ લાવશે? અદોમમાં મને કોણ દોરવણી આપશે?"

10પણ, હે ઈશ્વર, તમે શું અમને તજી દીધા નથી? તમે અમારા સૈન્યોની સાથે યુદ્ધમાં આવતા નથી.

11અમારા શત્રુઓ વિરુદ્ધ અમારી સહાય કરો, કારણ કે માણસોની સહાય વ્યર્થ છે.

12ઈશ્વરની સહાયથી અમે જીત મેળવીશું; તે અમારા શત્રુઓને કચડી નાખશે.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 60 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran