Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 26 >> 

1હે યહોવાહ, મારો ન્યાય કરો, કેમ કે હું પ્રામાણિકપણે ચાલ્યો છું; મેં યહોવાહ પર ભરોસો રાખ્યો છે અને હું ડગ્યો નથી.

2હે યહોવાહ, મારી કસોટી કરીને મારી પરીક્ષા કરો; મારા અંત:કરણની તથા મારા હૃદયની શુદ્ધતાની કસોટી કરો!

3કારણ કે તમારી કૃપા હું નજરે નિહાળું છું અને હું તમારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું.

4મેં ક્યારેય દુરાચારીઓની સંગત કરી નથી હું ક્યારેય કપટીઓની સાથે જોડાયો નથી.

5હું દુષ્ટોની સંગતને ધિક્કારું છું અને હું તેઓની સાથે બેસીશ નહિ.

6હું નિર્દોષપણામાં મારા હાથ ધોઈશ અને હે યહોવાહ, એ જ પ્રમાણે હું વેદીની પ્રદક્ષિણા કરીશ.

7જેથી હું આભારસ્તુતિનાં ગીત ગાઉં અને તમારાં સર્વ ચમત્કારી કામો પ્રગટ કરું.

8હે યહોવાહ, તમે જે ઘરમાં રહો છો તે અને તે જગ્યા કે જ્યાં તમારું ગૌરવ છે, તે મને પ્રિય છે.

9પાપીઓની સાથે મારો સર્વનાશ કરશો નહિ ઘાતકી માણસોની સાથે મને મારી નાખશો નહિ.

10તેઓને હાથે ઉપદ્રવ થાય છે અને તેઓના જમણા હાથ લાંચથી ભરેલા છે.

11પણ હું તો પ્રામાણિકપણે વર્તીશ; મારા પર દયા કરીને મને છોડાવો.

12મારો પગ મેં સપાટ જગ્યા પર મૂકેલો છે; જનસમૂહમાં હું યહોવાહની સ્તુતિ કરીશ.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 26 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran