Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 17 >> 

1હે યહોવાહ, મારો ન્યાય સાંભળો; મારી પ્રાર્થના પર ધ્યાન આપો! દંભી હોઠોમાંથી નીકળતી નથી એવી મારી પ્રાર્થના સાંભળો.

2મારો ન્યાય તમારી હજૂરમાંથી આવો; તમારી આંખો ન્યાયને જુએ!

3જો તમે મારા હૃદયને પારખ્યું છે, જો તમે મારી તપાસ રાત્રે રાખી છે, તમે મને પવિત્ર કરો અને મારામાં તમને કંઈ દોષ માલૂમ પડ્યો ન હોય; તો હું મારા મુખે અપરાધ કરીશ નહિ.

4માણસનાં કૃત્યો વિષે હું બોલું તો તમારાં વચનોની સહાયથી હું જુલમીઓના માર્ગમાંથી દૂર રહ્યો છું.

5મારાં પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે; મારો પગ લપસી ગયો નથી.

6મેં તમને વિનંતિ કરી, કેમ કે, હે ઈશ્વર, તમે મને ઉત્તર આપશો; મારી તરફ કાન ધરો અને મારું બોલવું સાંભળો.

7જેઓ તમારા પર ભરોસો રાખે છે તેમની સામે ઊઠનારાઓથી તેમને તમારા જમણા હાથથી બચાવીને તમારી અદ્દભૂત કરુણા દર્શાવો!

8તમારી આંખની કીકીની જેમ મારી રક્ષા કરો; તમારી પાંખોની છાયા નીચે મને સંતાડો.

9જેઓ મારા ઘાતકી વેરીઓ છે અને જેઓ મને ચારે બાજુથી ઘેરે છે, એવો મારો નાશ કરનારા દુષ્ટોથી મને બચાવો.

10તેઓ કોઈની પર પણ દયા દર્શાવતા નથી; તેઓ પોતાના મુખે અભિમાનથી બોલે છે.

11તેઓએ અમને અમારા દરેક પગલે ઘેર્યા છે. તેઓની આંખો અમને ભૂમિ પર પછાડવાને તાકી રહી છે.

12તેઓ સિંહની જેમ શિકારને ફાડી ખાવા આતુર છે, ત્રાટકવાની રાહ જોતા છુપાઈ ગયેલા સિંહના બચ્ચાં જેવા છે.

13હે યહોવાહ, તમે ઊઠો! તેમના પર હુમલો કરો! તેમને નીચે પાડી નાખો! તમારી તરવાર દ્વારા દુષ્ટથી મારા જીવને બચાવો.

14હે યહોવાહ, તમારા હાથ વડે માણસોથી કે જેઓનો હિસ્સો આ જિંદગીમાં છે તેવા આ જગતના માણસોથી મારા જીવને બચાવો! જેઓનાં પેટ તમે તમારા દ્રવ્યથી ભરો છો; તેઓને ઘણા બાળકો છે અને પોતાની બાકી રહેલી મિલકતનો વારસો પોતાનાં બાળકોને માટે મૂકી જાય છે.

15પણ હું તો ન્યાયપણે વર્તીને તમારું મુખ જોઈશ; જ્યારે હું જાગીશ ત્યારે તમને જોઈને સંતોષ પામીશ.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 17 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran