Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 1 >> 

1જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, જે પાપીઓના માર્ગમાં ઊભો રહેતો નથી, અને જે નિંદાખોરોની સાથે બેસતો નથી, તે આશીર્વાદિત છે.

2યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે અને રાતદિવસ તે તેમના નિયમશાસ્ત્રનું મનન કરે છે.

3તે નદીના કિનારે રોપાયેલાં વૃક્ષ જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, જેનાં પાંદડાં કદી પણ કરમાતાં નથી, તે જે કંઈ કરે છે તે સફળ થાય છે.

4દુષ્ટો એવા નથી, પણ તેઓ પવનથી ઊડતાં ફોતરાં જેવા છે.

5તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.

6કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.


  Share Facebook  |  Share Twitter

 <<  Psalms 1 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran