Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Job 4 >> 

1પછી અલીફાઝ તેમાનીએ જવાબ આપ્યો કે,

2''જો કોઈ તારી સાથે બોલવાનું કરે તો તારું હૃદય દુખાશે? પણ બોલ્યા વગર કોણ રહી શકે?

3જો, તેં ઘણા લોકોને સલાહ આપી છે, અને તેં અનેક દુર્બળ હાથોને મજબૂત કર્યા છે.

4તારા શબ્દોએ પડતાને ઊભા કર્યા છે, અને તેં થરથરતા પગને સ્થિર કર્યા છે.

5પરંતુ હવે જ્યારે મુશ્કેલીઓ તારા પર આવી પડી છે, ત્યારે તું નિરાશ થઈ ગયો છે; તે તને સ્પર્શ કરે છે ત્યારે તું ગભરાઈ જાય છે.

6ઈશ્વરના ભયમાં તને ભરોસો નથી? તારા સદાચાર પર તને આશા નથી?

7હું તને વિનંતી કરું છું કે, આ વિષે વિચાર કર; કયા નિર્દોષ માણસો નાશ પામ્યા છે? અને કયા સદાચારીની પાયમાલી થઈ છે?

8મારા અનુભવ પ્રમાણે જેઓ અન્યાય ખેડે છે, તથા નુકશાન વાવે છે, તેઓ તેવું જ લણે છે.

9ઈશ્વરના શ્વાસથી તેઓ નાશ પામે છે. તેઓના કોપની જ્વાલાઓથી તેઓ ભસ્મ થઈ જાય છે.

10સિંહની ગર્જના અને વિકરાળ સિંહનો અવાજ, અને જુવાન સિંહના દાંત તૂટી જાય છે.

11વૃદ્ધ સિંહ શિકાર વગર નાશ પામે છે. અને જુવાન સિંહણના બચ્ચાં રખડી પડે છે.

12હમણાં એક ગુપ્ત વાત મારી પાસે આવી, અને તેના ભણકારા મારા કાને પડ્યા.

13જ્યારે માણસો ભરનિદ્રામાં પડે છે, ત્યારે રાતનાં સંદર્શનો પરથી આવતા વિચારોમાં,

14હું ભયથી ધ્રુજી ગયો અને મારાં સર્વ હાડકાં થથરી ઊઠયાં.

15ત્યારે એક આત્મા મારા મોંને સ્પશીર્ને પસાર થઈ ગયો અને મારા શરીરનાં રૂઆં ઊભાં થઈ ગયાં.

16તે સ્થિર ઊભો રહ્યો, પણ હું તેનું સ્વરૂપ ઓળખી શક્યો નહિ. એક આકૃતિ મારી સમક્ષ આવીને ઊભી રહી. અને ત્યાં શાંતિ હતી. પછી મેં એવો અવાજ સાંભળ્યો કે,

17'શું માણસ ઈશ્વર કરતાં વધારે ન્યાયી હોઈ શકે? શું તે તેના સર્જનહાર કરતાં વધારે પવિત્ર હોઈ શકે?

18જુઓ, તે પોતાના સેવકો પર કંઈ વિશ્વાસ રાખતા નથી; અને તે પોતાના દૂતોને ગુનેગાર ગણે છે.

19તો ધૂળમાં નાખેલા પાયાવાળા માટીનાં ઘરોમાં રહેનાર, જેઓ પતંગિયાની જેમ કચરાઈ જાય છે. તેઓને તે કેટલા અધિક ગણશે?

20સવારથી સાંજ સુધીમાં તેઓ નાશ પામે છે. તેઓ સદાને માટે નાશ પામે છે, કોઈ તેઓની ચિંતા કરતું નથી.

21શું તેઓનો વૈભવ જતો રહેતો નથી? તેઓ મરી જાય છે; તેઓ જ્ઞાનવગર મૃત્યુ પામે છે.''


  Share Facebook  |  Share Twitter

 <<  Job 4 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran