Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Corinthians 4 >> 

1એ માટે અમારા પર દયા થઇ તે પ્રમાણે અમને આ સેવા મળી તેમાં અમે થાકતા નથી;

2પણ શરમજનક ગુપ્ત વાતોને નકારીને અમે કાવતરાં કરતા નથી, અને ઈશ્વરની વાતમાં કપટ કરતા નથી; પણ સત્ય પ્રગટ કર્યાથી ઈશ્વરની આગળ અમે પોતાના વિશે સર્વ માણસોના અંતઃકરણમાં ખાતરી કરી આપીએ છીએ.

3પણ જો અમારી સુવાર્તા ગુપ્ત રહેલી હોય તો તે નાશ પામનારાઓને સારુ જ ગુપ્ત રખાયેલી છે;

4જેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓના મન અંધ કર્યાં છે, એ સારુ કે ખ્રિસ્ત જે ઈશ્વરની પ્રતિમા છે, તેમના મહિમાની સુવાર્તાના અજવાળાનો ઉદય તેઓ પર ન થાય.

5અમે ઉપદેશમાં પોતાને પ્રગટ નથી કરતા, પણ ખ્રિસ્ત ઈસુ પ્રભુ છે અને અમે પોતે ઈસુને લીધે તમારા સેવકો છીએ, એવું જાહેર કરીએ છીએ.

6કેમ કે જે ઈશ્વરે જેમણે અંધારામાંથી અજવાળાને પ્રકાશવા ફરમાવ્યું; તે મુજબ ઈસુ ખ્રિસ્તના ચહેરા પરનો ઈશ્વરના મહિમાના જ્ઞાનનો પ્રકાશ આપણા હૃદયોમાં પાડે.

7પણ અમારો આ ખજાનો માટીનાં પાત્રોમાં છે, એ સારુ કે પરાક્રમની ઉત્તમતા ઈશ્વરથી થાય અને અમારાથી નહિ.

8સર્વ પ્રકારે અમે વિપત્તિ પામેલા હોવા છતાં દબાયેલા નથી; હેરાન થયા છતાં નિરાશ થયેલા નથી;

9સતાવાયેલા છીએ પણ ત્યજાયેલા નથી; નીચે પટકાયેલા છીએ પણ નાશ પામેલા નથી;

10ઈસુનું મરણ અમારા શરીરમાં સદા રાખીએ છીએ, એ સારુ કે ઈસુનું જીવન અમારાશરીર દ્વારા જાહેર થાય.

11કેમ કે અમે જીવનારા ઈસુને માટે, સદા મરણને સોંપાયેલા છીએ, એ માટે કે ઈસુનું જીવન પણ અમારા મૃત્યુપાત્ર દેહમાં પ્રગટ કરાય.

12એમ જ અમારામાં મરણ પણ તમારામાં જીવન અસર કરે છે.

13વિશ્વાસનો તે જ આત્મા અમને છે તેથી (મેં વિશ્વાસ કર્યો માટે હું બોલ્યો એ લેખ પ્રમાણે), અમે પણ વિશ્વાસ કરીએ છીએ અને તેથી બોલીએ છીએ.

14અને એવું જાણીએ છીએ કે, જેમણે પ્રભુ ઈસુને ઉઠાડ્યા, તે અમને પણ ઈસુની મારફતે ઉઠાડશે અને તમારી સાથે અમને રજૂ કરશે.

15કેમકે સઘળાં વાનાં તમારે સારુ છે એ માટે કે જે કૃપા ઘણાઓની મારફતે પુષ્કળ થઇ તે ઈશ્વરના મહિમાને અર્થે ઉપકારસ્તુતિ કરાવે.

16તેથી અમે થાકતા નથી; પણ જો અમારો ભૌતિક મનુષ્યદેહ નાશ પામે તો પણ અમારું આંતરિક મનુષ્યત્વ પ્રતિદિન નવું થતું જાય છે.

17કેમ કે અમારી થોડી અને ક્ષણિક વિપત્તિ અમારે માટે ઘણી વધારે તથા અતિશય અનંતકાલિક મહિમા ઉત્પન્ન કરે છે;

18એટલે જે દૃશ્ય છે તે નહિ, પણ જે અદૃશ્ય છે તે પર અમે ધ્યાન રાખીએ છીએ; કેમ કે જે દૃશ્ય છે તે ક્ષણિક છે પણ જે અદૃશ્ય છે તે સાર્વકાલિક છે.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Corinthians 4 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran