Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Corinthians 13 >> 

1આ ત્રીજીવાર હું તમારી પાસે આવું છું. બે કે ત્રણ સાક્ષીઓની સાબિતીઓથી દરેક વાત સ્પષ્ટ કરાશે.

2મેં અગાઉ કહ્યું છે અને બીજીવાર હાજર હતો ત્યારે જેમ કહ્યું તેમ હું હમણાં ગેરહાજર હોવા છતાં, અત્યાર સુધી પાપ કરનારાઓને તથા બીજા સર્વને અગાઉથી કહું છું કે, હું આવીશ તો દયા રાખીશ નહિ.

3કારણ કે ખ્રિસ્ત મારા દ્વારા બોલે છે તેનું પ્રમાણ તમે માગો છો; તે તમારે સારુ અબળ નથી, પણ તમારા પ્રત્યે સમર્થ છે.

4કેમ કે જો તેઓ નિર્બળતાને લીધે વધસ્તંભે જડાયા તોપણ તે ઈશ્વરના સામર્થ્યથી જીવે છે તેમ અમે પણ તેમનામાં અબળ છીએ પણ તમારે સારુ ઈશ્વરના સામર્થ્ય વડે અમે તેમની સાથે જીવીશું.

5તમે વિશ્વાસમાં દ્રઢ છો કે નહિ, એ વિષે ખાતરી કરો; પોતાને ચકાસો. જો તમે નાપસંદ નથી તો ઈસુ ખ્રિસ્ત તમારામાં છે, એમ શું તમે પોતાના વિષે નથી જાણતા?

6મારી એવી આશા પણ છે કે તમે જાણશો કે અમે નાપસંદ નથી.

7હવે ઈશ્વરની પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે, તમે કંઈ ખરાબ કામ ન કરો, અમે સફળ દેખાઈએ એ માટે નહિ પણ એ માટે કે જો અમે અસફળ જેવા હોઈએ, તોપણ તમે સાચું જ કરો.

8કેમ કે સત્યની વિરુદ્ધ અમે કંઈ કરી શકતા નથી પણ સત્યના સમર્થન માટે કરીએ છીએ.

9કેમ કે જયારે અમે નબળા છીએ ત્યારે અમે આનંદ પામીએ છીએ પણ તમે મજબૂત છો, અને તમે સંપૂર્ણ થાઓ માટે અમે પ્રાર્થના કરીએ છીએ.

10એ માટે હું તમારી મધ્યે ન હોવા છતાં આ વાતો લખું છું, કે હાજર હોઈશ ત્યારે કઠોર રીતે નહિ પણ જે અધિકાર પ્રભુએ નુકસાન માટે નહિ પણ ઘડતરને માટે આપ્યો છે તે પ્રમાણે હું વર્તું.

11અંતે, ઓ ભાઈઓ, આનંદ કરો, પરિપૂર્ણ થાઓ, દિલાસો પામો, એક મતના થાઓ, શાંતિમાં રહો; પ્રેમ તથા શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે.

12પવિત્ર ચુંબનથી એક બીજાને સલામ કહેજો.

13સર્વ સંતો તમને ક્ષેમકુશળ કહે છે.

14પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તથા ઈશ્વરનો પ્રેમ તથા પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે રહો. આમીન.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Corinthians 13 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran