Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Timothy 4 >> 

1પણ પવિત્ર આત્મા સ્પષ્ટ કહે છે કે, અંતના સમયોમાં કેટલાક માણસો છેતરનાર આત્માઓ પર તથા અશુદ્ધ આત્માઓના ઉપદેશ પર લક્ષ રાખીને,

2અસત્ય બોલનારા તથા જેઓના અંતઃકરણ દઝાયેલું છે તેવા માણસોના દંભથી વિશ્વાસનો ત્યાગ કરશે;

3તેઓ લગ્ન કરવાની મના કરશે, અને ઈશ્વરે વિશ્વાસીઓને તથા સત્ય જાણનારાઓને માટે જે ખોરાક ઉપકારસ્તુતિ કરીને ખાવા સારૂ ઉત્પન્ન કર્યા, તેનાથી દૂર રહેવાનું કહેશે.

4જો આભારસ્તુતિની સાથે તેનો ઉપયોગ કરવામાં આવે તો, ઈશ્વરનું ઉત્પન્ન કરેલું સર્વ સારું જ છે, તેમાનું કશું નાખી દેવા માટે નથી.

5કેમકે ઈશ્વરના પવિત્ર વચનથી તથા પ્રાર્થનાથી તે શુદ્ધ કરાય છે.

6એ વાતો ભાઈઓને જણાવીને, તું ખ્રિસ્ત ઈસુનો સારો સેવક થશે, અને જે વિશ્વાસની તથા સારા ઉપદેશની વાતોની પાછળ તું ચાલતો આવ્યો છે તેઓથી તારું પોષણ થશે;

7પણ અધર્મી તથા કલ્પિત વાર્તાઓથી તું દૂર રહે, અને ઈશ્વરપરાયણ થવામાં સક્રિય રહે;

8કેમકે શરીરની કસરત થોડી જ ઉપયોગી છે, પણ ઈશ્વરપરાયણતા સર્વ બાબતોમાં ઉપયોગી છે, અને તેમાં હમણાંના તથા આવનાર સમયના જીવનનું પણ વચન છે.

9આ વાત વિશ્વાસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા માટે યોગ્ય છે.

10એ માટે આપણે એને સારૂ મહેનત તથા સંઘર્ષ કરીએ છીએ, કેમકે સર્વ માણસો અને વિશેષે કરીને વિશ્વાસીઓને જે ઉધ્ધાર આપનાર તે જીવતા ઈશ્વર પર આપણી આશા છે.

11આ વચનો ફરમાવજે તથા શીખવજે.

12તને જુવાન જાણીને કોઈ તને ધિક્કારે નહિ; પણ વચનમાં, વર્તનમાં, પ્રેમમાં, વિશ્વાસમાં અને પવિત્રતામાં વિશ્વાસીઓને તું નમૂનારૂપ થજે.

13હું આવું ત્યાં સુધી શાસ્ત્ર વાંચવામાં , બોધ કરવામાં તથા શીખવવામાં તત્પર રહેજે.

14જે કૃપાદાન તારામાં છે, જે પ્રબોધ ધ્વારા વડીલોના હાથો મુકવાથી તને આપવામાં આવ્યું હતું, તે વિષે બેદરકાર રહીશ નહિ.

15એ વાતોમાં ખંત રાખજે, તેઓમાં તત્પર રહેજે, કે જેથી તારી પ્રગતિ સૌના જાણવામાં આવે.

16પોતાને વિષે તથા ઉપદેશ વિષે સાવધ રહેજે. આ વચનોમાં ચુસ્ત રહેજે, કેમ કે આ પ્રમાણે કરવાથી તું પોતાને તથા તારા સાંભળનારાઓનો પણ ઉધ્ધાર કરશે.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Timothy 4 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran