Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Timothy 2 >> 

1હવે સહુથી પહેલાં હું એવો બોધ કરું છું કે, વિનંતી, પ્રાર્થના, મધ્યસ્થી તથા આભારસ્તુતિ સઘળાં માણસોને સારુ કરવામાં આવે;

2રાજાઓ, તેમ જ સર્વ અધિકારીઓને માટે પણ કરવામાં આવે જેથી આપણે શાંત તથા નિરાંતનું જીવન પૂરા ભક્તિભાવમાં તથા સન્માનપૂર્વક ગુજારીએ.

3કેમ કે ઈશ્વર આપણા ઉધ્ધારકર્તાની દ્રષ્ટિએ તે સારું તથા માન્ય છે.

4તેઓ ઇચ્છે છે કે સઘળાં માણસો ઉધ્ધાર પામે અને તેઓને સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય.

5કેમ કે એક જ ઈશ્વર છે અને ઈશ્વર તથા માણસોની વચ્ચે એક જ મધ્યસ્થ પણ છે અને તે મનુષ્ય ઈસુ ખ્રિસ્ત છે,

6જેમણે સઘળાંનો મુક્તિદંડ ચૂકવવા સ્વાર્પણ કર્યું; તેમની સાક્ષી નિર્માણ થયેલ સમયે આપવામાં આવી હતી;

7તેને માટે મને સંદેશવાહક તથા પ્રેરિત (હું સાચું બોલું છું, જૂઠું નહિ) અને વિશ્વાસમાં તથા સત્યમાં બિનયહૂદીઓને માટે શિક્ષક નિયુક્ત કરવામાં આવ્યો છે.

8તેથી મારી ઇચ્છા છે કે, પુરુષો સર્વ જગ્યાએ ગુસ્સા તથા વિવાદ વિના શુદ્ધ હાથો ઊંચા કરીને પ્રાર્થના કરે.

9તે જ પ્રમાણે સ્ત્રીઓ પણ મર્યાદા તથા ગંભીરતા રાખીને શોભતાં વસ્ત્રોથી પોતાને શણગારે; ગૂંથેલા વાળથી તથા સોના કે મોતીના અલંકારથી કે મૂલ્યવાન વસ્ત્રોથી નહિ,

10પણ ઈશ્વરની ભક્તિમાં તલ્લીન રહેનારી સ્ત્રીઓને શોભે એવી રીતે, એટલે સારાં કામથી પોતાને શણગારે.

11સ્ત્રીએ સંપૂર્ણ આધીનતાથી મૌન રહીને શીખવું.

12ઉપદેશ કરવાની કે, પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે મૌન રહેવું.

13કેમ કે આદમ પહેલાં ઉત્પન્ન થયો, પછી હવા;

14આદમ છેતરાયો નહિ, પણ સ્ત્રી છેતરાઈને પાપમાં પડી;

15તોપણ જો સ્ત્રી મર્યાદાસહિત વિશ્વાસમાં, પ્રેમમાં તથા પવિત્રાઈમાં રહે તો તે સંતાનપ્રસવ દ્વારા ઉધ્ધાર પામશે.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Timothy 2 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran