Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Chronicles 3 >> 

1દાઉદના દીકરાઓ જે તેનાથી હેબ્રોનમાં જન્મ પામ્યા હતા તેઓ આ છે: પ્રથમજનિત આમ્મોન, અહીનોઆમ યિઝ્રએલીથી; બીજો દાનિયેલ, અબિગાઈલ કાર્મેલીથી;

2ત્રીજો આબ્શાલોમ, જે ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાથી. ચોથો દીકરો, અદોનિયા જે હાગ્ગીથથી હતો.

3પાંચમો, શફાટયા જે અબિતાલથી હતો; છઠ્ઠો, યિથ્રામ તેની પત્ની એગ્લાથી.

4દાઉદના આ છ દીકરાઓ, હેબ્રોનમાં કે જ્યાં દાઉદે સાત વર્ષ અને છ માસ સુધી રાજ કર્યુ ત્યાં તેને જન્મ્યા હતા. પછી તેણે યરુશાલેમમાં તેત્રીસ વર્ષ રાજ કર્યુ.

5વળી આ ચાર દીકરાઓને દાઉદની પત્ની આમ્મીએલની દીકરી બાથ-શેબાએ યરુશાલેમમાં જન્મ આપ્યો હતો: શિમા, શોબાબ, નાથાન તથા સુલેમાન.

6દાઉદના બીજા નવ દીકરાઓ; યિબ્હાર, અલિશામા, અલિફેલેટ,

7નોગા, નેફેગ, યાફીઆ,

8અલિશામા, એલ્યાદા તથા અલિફેલેટ હતા.

9તેની ઉપપત્નીઓના દીકરાઓ ઉપરાંત આ સઘળા દાઉદના દીકરાઓ હતા. તામાર તેઓની બહેન હતી.

10સુલેમાનનો દીકરો રહાબામ હતો. રહાબામનો દીકરો અબિયા હતો. અબિયાનો દીકરો આસા હતો. આસાનો દીકરો યહોશાફાટ હતો.

11યહોશાફાટનો દીકરો યહોરામ હતો. યહોરામનો દીકરો અહાઝયા હતો. અહાઝયાનો દીકરો યોઆશ હતો.

12યોઆશનો દીકરો અમાસ્યા હતો. અમાસ્યાનો દીકરો અઝાર્યા હતો. અઝાર્યાનો દીકરો યોથામ હતો.

13યોથામનો દીકરો આહાઝ હતો. આહાઝનો દીકરો હિઝકિયા હતો. હિઝકિયાનો દીકરો મનાશ્શા હતો.

14મનાશ્શાનો દીકરો આમોન અને આમોનનો દીકરો યોશિયા હતો.

15યોશિયાના દીકરાઓ; તેનો જયેષ્ઠ દીકરો યોહાનાન, બીજો દીકરો યહોયાકીમ, ત્રીજો દીકરો સિદકિયા તથા ચોથો દીકરો શાલ્લુમ.

16યહોયાકીમનો દીકરો યખોન્યા, તેનો દીકરો સિદકિયા, જે છેલ્લો રાજા હતો.

17બંદીવાન યખોન્યાના દીકરાઓ; શાલ્તીએલ,

18માલ્કીરામ, પદાયા, શેનાસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.

19પદાયાના દીકરાઓ; ઝરુબ્બાબેલ તથા શિમઈ. ઝરુબ્બાબેલના દીકરાઓ; મશુલ્લામ તથા હનાન્યા; શલોમીથ તેઓની બહેન હતી;

20હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબ-હેસેદ, તેઓ પણ ઝરુબ્બાબેલના બીજા પાંચ દીકરાઓ હતા.

21હનાન્યાના વંશજો; પલાટયા તથા યશાયા. રફાયાના દીકરાઓ; આર્નાનના દીકરાઓ, ઓબાદ્યાના દીકરાઓ, શખાન્યાના દીકરાઓ.

22શખાન્યાનો દીકરો શમાયા. શમાયાના દીકરાઓ; હાટુશ, યિગાલ, બારિયા, નાર્યા તથા શાફાટ.

23નાર્યાના ત્રણ દીકરાઓ; એલ્યોએનાય, હિઝકિયા તથા આઝ્રીકામ.

24એલ્યોએનાયના સાત દીકરાઓ; હોદાવ્યા, એલ્યાશિબ, પલાયા, આક્કુબ, યોહાનાન, દલાયા તથા અનાની.


  Share Facebook  |  Share Twitter

 <<  1 Chronicles 3 >> 


Bible2india.com
© 2010-2025
Help
Dual Panel

Laporan Masalah/Saran