Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 97 >> 

1યહોવાહ રાજ કરે છે; પૃથ્વી હરખાઓ; ટાપુઓનો સમૂહ આનંદ પામો.

2વાદળો અને અંધકાર તેમની આસપાસ છે. ન્યાયીપણું તથા ન્યાય તેમના રાજ્યાસનનો પાયો છે.

3અગ્નિ તેમની આગળ ચાલે છે અને તે તેમની આસપાસના તેમના શત્રુઓને ભસ્મ કરે છે.

4તેમની વીજળીઓએ જગતને પ્રકાશિત કર્યું છે; તે જોઈને પૃથ્વી કાંપી.

5યહોવાહની સમક્ષ, આખી પૃથ્વીના પ્રભુની સમક્ષ, પર્વતો મીણની જેમ પીગળી ગયા.

6આકાશો તેમનું ન્યાયીપણું પ્રગટ કરે છે અને સર્વ લોકોએ તેમનો મહિમા જોયો છે.

7મૂર્તિઓની પૂજા કરનારાઓ, મૂર્તિઓમાં અભિમાન કરનારાઓ, તેઓ સર્વ બદનામ થાઓ.

8હે યહોવાહ, તમારાં ન્યાયનાં કાર્યો વિષે સાંભળીને સિયોન આનંદ પામ્યું અને યહૂદિયાની દીકરીઓ હરખાઈ.

9કેમ કે, હે યહોવાહ, તમે સમગ્ર પૃથ્વી પર પરાત્પર છો. તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.

10હે યહોવાહ પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાને ધિક્કારો! તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે અને તે તેઓને દુષ્ટોના હાથમાંથી છોડાવે છે.

11ન્યાયીઓને અજવાળાથી અને જેઓનાં હૃદય શુદ્ધ છે તેઓને સુખથી ભરપૂર કરવામાં આવે છે.

12હે ન્યાયીઓ, તમે યહોવાહમાં આનંદ કરો; અને તેમના પવિત્ર નામની સ્તુતિ કરો.



 <<  Psalms 97 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran