Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 94 >> 

1હે બદલો વાળનાર ઈશ્વર, યહોવાહ, હે બદલો વાળનાર ઈશ્વર, અમારા પર પ્રકાશ પાડો.

2હે પૃથ્વીના ન્યાયાધીશ, ઊઠો, ગર્વિષ્ઠોને બદલો વાળી આપો.

3હે યહોવાહ, દુષ્ટો ક્યાં સુધી, ક્યાં સુધી દુષ્ટો જીત પ્રાપ્ત કરશે?

4તેઓ અભિમાની અને ઉગ્ર વાતો કરે છે અને તેઓ સર્વ બડાઈ મારે છે.

5હે યહોવાહ, તેઓ તમારા લોકો પર જુલમ કરે છે; તેઓ તમારા વારસાને દુ:ખ આપે છે.

6તેઓ વિધવાને અને વિદેશીઓને મારી નાખે છે અને તેઓ અનાથની હત્યા કરે છે.

7તેઓ કહે છે, "યહોવાહ જોશે નહિ, યાકૂબના ઈશ્વર ધ્યાન આપશે નહિ."

8હે અજ્ઞાની લોકો, તમે ધ્યાન આપો; મૂર્ખો, તમે ક્યારે બુદ્ધિમાન થશો?

9જે કાનનો બનાવનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખના રચનાર છે, તે શું નહિ જુએ?

10જે દેશોને શિસ્તમાં રાખે છે, તે શું તમને સુધારશે નહિ? તે જ એક છે કે જે માણસને ડહાપણ આપે છે.

11યહોવાહ માણસોના વિચારો જાણે છે, કે તે વ્યર્થ છે.

12હે યહોવાહ, તમે જેને શિસ્તમાં રાખો છો, જેને તમે તમારા નિયમશાસ્ત્રમાંથી શીખવો છો, તે દરેક આશીર્વાદિત છે.

13દુષ્ટને માટે ખાડો ખોદાય ત્યાં સુધી તમે તેને સંકટના દિવસોમાંથી શાંતિ આપશો.

14કેમ કે યહોવાહ પોતાના લોકોને તરછોડશે નહિ તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.

15કારણ કે ન્યાયીકરણ ન્યાયીપણા તરફ પાછું વળશે; અને સર્વ યથાર્થ હૃદયવાળા તેને અનુસરશે.

16મારા બચાવમાં મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે દુષ્ટની વિરુદ્ધ કોણ ઊભો રહેશે?

17જો યહોવાહે મારી સહાય કરી ન હોત તો મારો આત્મા વહેલો છાનો થઈ જાત.

18જ્યારે મેં કહ્યું કે, "મારો પગ લપસી જાય છે," ત્યારે, હે યહોવાહ, તમારી કૃપાએ મને પકડી લીધો છે.

19જ્યારે મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે, ત્યારે તમારા દિલાસાઓ મારા આત્માને ખુશ કરે છે.

20દુષ્ટ અધિકારીઓ નિયમસર ઉપદ્રવ યોજે છે, તેઓ શું તારી સાથે મેળાપ રાખશે?

21તેઓ ન્યાયીઓની વિરુદ્ધ કાવતરાં રચે છે અને નિર્દોષને દોષિત ઠરાવીને તેઓને મૃત્યદંડ આપે છે.

22પણ યહોવાહ મારો ઊંચો ગઢ છે અને મારા ઈશ્વર મારા આશ્રયના ખડક છે.

23તેમણે તેઓને તેઓનો અન્યાય વાળી આપ્યો છે અને તે તેઓની દુષ્ટતાને માટે તેઓનો સંહાર કરશે. યહોવાહ આપણા ઈશ્વર તેઓનો સંહાર કરશે.



 <<  Psalms 94 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran