Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 75 >> 

1હે ઈશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ; અમે તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે તમારી હાજરીને પ્રગટ કરો છો; લોકો તમારાં આશ્ચર્યકારક કામો પ્રગટ કરે છે.

2પ્રસંગ આવશે ત્યારે હું તમારો યથાર્થ ન્યાય કરીશ.

3જો કે પૃથ્વી તથા તેમાં રહેનારાં બધાં ક્ષય પામે, તો હું તેના સ્તંભો સ્થાપન કરીશ. સેલાહ

4મેં ઘમંડીઓને કહ્યું, "અભિમાન કરશો નહિ" અને દુષ્ટોને કહ્યું, "શિંગ ઉઠાવશો નહિ.

5તમારું શિંગ ઊંચું ન કરો; અભિમાન સાથે ન બોલો."

6ઉન્નતિ દક્ષિણ કે પૂર્વ બાજુએથી આવતી નથી, ના તો અરણ્યમાંથી.

7પણ ઈશ્વર ન્યાયાધીશ છે; તે એકને નીચે પાડી નાખે છે અને બીજાને ઊંચો કરે છે.

8કેમ કે યહોવાહના હાથમાં રાતા દ્રાક્ષારસનો પ્યાલો છે, તે તેજાનાની મેળવણીથી ભરેલો છે તેમાંથી તે પીરસે છે. નિશ્ચે પૃથ્વીના દુષ્ટ લોકો નીચે પડી રહેલો છેલ્લો કૂચો ચૂસી જશે.

9પણ હું તો સદાકાળ બીજાઓને તમારાં કર્યો વિષે કહીશ; હું યાકૂબના ઈશ્વરની સ્તુતિ ગાઈશ.

10તે કહે છે કે, "હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ, પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે."



 <<  Psalms 75 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran