Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 72 >> 

1હે ઈશ્વર, તમે રાજાને ન્યાય કરવાનો અધિકાર આપો, રાજાના પુત્રને તમારું ન્યાયીપણું આપો.

2તે ન્યાયીપણાથી તમારા લોકોનો ન્યાય અને નિષ્પક્ષપાતથી તમારા દીનોનો ઇનાસફ કરશે.

3પર્વતો લોકોને શાંતિ આપો; ડુંગરો ન્યાયીપણું આપો.

4તે લોકોમાંના ગરીબોનો ન્યાય કરશે; તે દરિદ્રીઓના દીકરાઓને બચાવશે અને જુલમગારને છૂંદી નાખશે.

5સૂર્ય તથા ચંદ્ર રહે ત્યાં સુધી તેઓ પેઢી દરપેઢી તમારી બીક રાખશે.

6જેમ કાપેલા ઘાસ પર વરસાદ વરસે છે, અને જેમ પૃથ્વીને સિંચનારા ઝાપટાં થાય છે, તેમ તેની ઉન્નતિ થતી રહેશે.

7તેના દિવસોમાં ન્યાયીઓ ખીલશે અને ચંદ્ર જતો રહેશે, ત્યાં સુધી પુષ્કળ શાંતિ રહેશે.

8વળી તે સમુદ્રથી સમુદ્ર સુધી અને નદીથી તે પૃથ્વીના છેડા સુધી રાજ કરશે.

9જેઓ અરણ્યમાં રહે છે, તેઓ તેમની આગળ નમશે; તેમના શત્રુઓ ધૂળ ચાટશે.

10તાર્શીશના રાજાઓ અને દરિયાકિનારાનાં રાજાઓ ખંડણી આપશે; શેબા તથા સબાના રાજાઓ નજરાણાં કરશે.

11સર્વ રાજાઓ તેમની આગળ પ્રણામ કરશે; સર્વ દેશનાઓ તેમની સેવા કરશે.

12કારણ કે દરિદ્રી પોકાર કરે, ત્યારે તે તેને સહાય કરશે અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે.

13તે લાચાર તથા દરિદ્રીઓ ઉપર દયા બતાવશે અને દરિદ્રીઓના આત્માનો બચાવ કરશે.

14તે તેઓના આત્માઓને જુલમ તથા બળાત્કારથી છોડાવશે અને તેમની દ્રષ્ટિમાં તેઓનું લોહી મૂલ્યવાન થશે.

15રાજા જીવશે! તેમને શેબાનું સોનું આપવામાં આવશે. લોકો તેના માટે નિત્ય પ્રાર્થના કરશે; ઈશ્વર તેમને આખો દિવસ આશીર્વાદ આપશે.

16દેશમાં પર્વતોનાં શિખરો પર પુષ્કળ ધાન્ય પાકશે; તેનાં ફળ લબાનોનનાં ફળ જેવાં ઝૂલશે અને નગરના રહેવાસીઓ ઘાસની જેમ વધશે.

17રાજાનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; તેમનામાં લોકો આશીર્વાદ પામશે. સર્વ દેશનાઓ તેમની સ્તુતિ કરશે.

18યહોવાહ ઈશ્વરની, ઇઝરાયલના ઈશ્વરની, સ્તુતિ થાઓ, એકલા તે જ આશ્ચર્યકારક કામો કરે છે.

19સર્વકાળ માટે તેમના ગૌરવી નામને પ્રશંસા હોજો અને આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમેન તથા આમેન.

20યશાઈના પુત્ર દાઉદની પ્રાર્થનાઓ પૂર્ણ થઈ છે.



 <<  Psalms 72 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran