Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 48 >> 

1આપણા ઈશ્વરના નગરમાં તેમના પવિત્ર પર્વતમાં યહોવાહ મહાન છે અને ઘણા સ્તુત્યમાન છે.

2મોટા રાજાનું નગર, ઉત્તર બાજુએ, ઊંચાઈમાં ખૂબસૂરત અને આખી પૃથ્વીના આનંદરૂપ સિયોન પર્વત છે.

3તેમના મહેલમાં ઈશ્વરે પોતાને આશ્રયરૂપે જાહેર કર્યા છે.

4કેમ કે રાજાઓ એકત્ર થયા, તેઓ એકત્ર થઈને ચાલ્યા ગયા.

5પછી તેઓએ જોયું, એટલે તેઓ આશ્ચર્ય પામ્યા; ભયથી ગભરાઈ ગયા તેથી તેઓ ઝડપથી પાછા ચાલ્યા ગયા.

6ત્યાં તેમને ભયથી ધ્રૂજારી થઈ તથા પ્રસૂતિવેદના જેવું કષ્ટ થયું.

7તમે પૂર્વના વાયુ વડે તાર્શીશનાં વહાણોને ભાંગી નાખ્યાં.

8જેમ આપણે સાંભળ્યું હતું તેમ સૈન્યોના સરદાર યહોવાહના નગરમાં, આપણા ઈશ્વરના નગરમાં, આપણે જોયું છે; ઈશ્વર સદાકાળ તેને સ્થિર કરશે. સેલાહ

9હે ઈશ્વર, અમે તમારા ઘરમાં તમારી કૃપા વિષે વિચાર કર્યો.

10હે ઈશ્વર, જેવું તમારું નામ છે, તેવી તમારી સ્તુતિ પણ પૃથ્વીના અંત સુધી છે; તમારો જમણો હાથ ન્યાયીપણાથી ભરેલો છે.

11તમારા ન્યાયનાં કાર્યોથી સિયોન પર્વત આનંદ પામશે યહૂદિયાની દીકરીઓ હરખાશે.

12સિયોનની આસપાસ પ્રદક્ષિણા કરો; તેના બુરજોની ગણતરી કરો.

13તેનો કોટ ધ્યાનથી જુઓ અને તેના મહેલો પર લક્ષ આપો જેથી તમે આવતી પેઢીને તે વિષે કહી શકો.

14કારણ કે આ ઈશ્વર આપણા સનાતન ઈશ્વર છે; તે મરણ પર્યંત આપણને દોરનાર છે.



 <<  Psalms 48 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran