Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 28 >> 

1હે યહોવાહ, હું તમને વિનંતિ કરીશ; હે મારા ખડક, મને તરછોડશો નહિ. જો તમે મારી સાથે મૌન ધારણ કરશો, તો હું કબરમાં ઊતરી જનારા જેવો થઈ જઈશ.

2જ્યારે હું તમને વિનંતિ કરું, ત્યારે મારા કાલાવાલા સાંભળજો, જ્યારે હું મારા હાથ તમારા પરમપવિત્રસ્થાન તરફ જોડું, ત્યારે મારી યાચનાના કાલાવાલા સાંભળજો.

3જેઓ મુખ પર શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટ અને કુકર્મીઓની સાથે મને ધકેલી દેશો નહિ.

4તેઓનાં કૃત્ય પ્રમાણે અને તેઓનાં કર્મોની દુષ્ટતા પ્રમાણે તેઓને ફળ આપો; તેઓના હાથનાં કામ પ્રમાણે તેઓને ફળ આપો; તેઓને યોગ્ય બદલો આપો.

5કેમ કે તેઓ યહોવાહના માર્ગો તથા તેમના હાથનાં કામો સમજતા નથી, તે તેઓને તોડી પાડશે અને કદી તેઓને સ્થિર કરશે નહિ.

6યહોવાહની સ્તુતિ થાઓ, કારણ કે તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે!

7યહોવાહ મારું સામર્થ્ય અને મારી ઢાલ છે; મારા હૃદયે તેમના ઉપર ભરોસો રાખ્યો છે અને મને તેમની સહાય મળી છે. માટે મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે અને તેમની સ્તુતિ ગાઈને હું તેમનો આભાર માનીશ.

8યહોવાહ પોતાના અભિષિક્ત લોકોનું સામર્થ્ય છે તે તેમના ઉદ્ધારમાટેનો કિલ્લો છે.

9તમારા લોકોનો બચાવ કરો અને તમારા વારસાને આશીર્વાદ આપો. વળી તેઓનું પાલનપોષણ કરીને સદા તેઓને ઊંચકી રાખો.



 <<  Psalms 28 >> 


Bible2india.com
© 2010-2026
Help
Single Panel

Laporan Masalah/Saran