Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 21 >> 

1હે યહોવાહ, તમારા સામર્થ્યથી રાજા હર્ષ પામશે! તમે કરેલા ઉધ્ધારથી તે કેટલો બધો આનંદ કરશે!

2તમે તેને તેના હૃદયની ઇચ્છા પ્રમાણે આપ્યું છે તેના હોઠની અરજીનો ઇનકાર તમે કર્યો નથી.

3કારણ કે આશીર્વાદો લઈને તમે તેની સામે જાઓ છો; તમે ચોખ્ખા સોનાનો મુગટ તેના માથા પર મૂકો છો.

4તેણે તમારી પાસેથી જીવનદાન માગ્યું; તે તમે તેને આપ્યું; તમે તેને સર્વકાળ ટકે એવું આયુષ્ય આપ્યું.

5તમારા મહિમાથી તેને વિજય મળે છે; તમે તેને માન તથા મહિમા બક્ષો છો.

6કારણ કે તમે તેને સદાને માટે આશીર્વાદ આપો છો; તમે તેને તમારી સમક્ષ આનંદ પમાડો છો.

7કારણ કે રાજા યહોવાહ પર ભરોસો રાખે છે; તે પરાત્પરની કૃપાથી ડગશે નહિ.

8તારા સર્વ શત્રુઓ તારા હાથમાં આવશે; તારો જમણો હાથ તારા દ્વ્રેષીઓને શોધી કાઢશે.

9તું તારા ગુસ્સાના સમયે તેઓને બળતી ભઠ્ઠી જેવા કરી દેશે. યહોવાહ પોતાના કોપથી તેઓને ગળી જશે અને અગ્નિ તેઓને ભસ્મ કરી નાખશે.

10તમે પૃથ્વી પરના તેઓના પરિવારોનો વિનાશ કરશો; મનુષ્યોમાંથી તેમના વંશજો નાશ પામશે.

11કારણ કે તેઓએ તમારી વિરુદ્ધ દુષ્ટતા કરવાનું ધાર્યું છે; જેને તેઓ અમલમાં લાવી શકતા નથી, એવી યુક્તિ તેઓએ કલ્પી છે.

12તમે તમારી પાછળથી તેઓનાં મુખ સામે તૈયારી કરશો, ત્યારે તેઓને પાછા હઠી જવું પડશે.

13હે યહોવાહ, તમે પોતાને સામર્થ્યે ઊંચા થાઓ; અમે તમારા પરાક્રમનાં સ્તોત્ર ગાઈને સ્તવન કરીશું.



 <<  Psalms 21 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran