Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 15 >> 

1હે યહોવાહ, તમારા પવિત્રમંડપમાં કોણ નિવાસ કરશે? તમારા પવિત્ર પર્વતમાં કોણ રહેશે?

2જે નિર્દોષતાથી ચાલે છે અને ન્યાયથી વર્તે છે અને જે પોતાના હૃદયમાં સત્ય બોલે છે, તે.

3તે કદી પોતાની જીભે ચાડી કરતો નથી, બીજાનું ખરાબ કરતો નથી, પોતાના પડોશી પર તહોમત મૂકતો નથી.

4તેની દ્રષ્ટિમાં પાપી માણસ ધિક્કારપાત્ર છે પણ જેઓ યહોવાહથી ડરે છે તેને તે માન આપે છે. તે પોતાના હિત વિરુદ્ધ સોગન ખાઈને ફરી જતો નથી.

5તે પોતાનાં નાણાં વ્યાજે આપતો નથી. જે નિરપરાધી વિરુદ્ધ લાંચ લેતો નથી. એવાં કામ કરનાર કદી ડગશે નહિ.



 <<  Psalms 15 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran