Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 130 >> 

1હે યહોવાહ, ઊંડાણોમાંથી મેં તમને પોકાર કર્યો.

2હે પ્રભુ, મારો અવાજ સાંભળો; મદદ માટેની મારી પ્રાર્થના પર તમારા કાન ધરો.

3હે યહોવાહ, જો તમે દુષ્ટ કામો ધ્યાનમાં રાખો, તો, હે પ્રભુ, તમારી આગળ કોણ ઊભો રહી શકે?

4પણ તમારી પાસે માફી છે, તેથી તમે આદર પામશો.

5હું યહોવાહની રાહ જોઈશ, મારો આત્મા રાહ જોશે અને તેમના વચનમાં હું આશા રાખું છું.

6સવારની રાહ જોનાર ચોકીદાર કરતાં મારો આત્મા પ્રભુની રાહ વધારે જુએ છે.

7હે ઇઝરાયલ, યહોવાહમાં આશા રાખ. યહોવાહ દયાળુ છે અને માફી આપવામાં ઉતાવળા છે.

8તે ઇઝરાયલને તેનાં સર્વ પાપોથી ઉગારશે.



 <<  Psalms 130 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran