Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Psalms 124 >> 

1હવે ઇઝરાયલ એમ કહો, "જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,"

2જ્યારે માણસો અમારા પર ચઢી આવ્યા ત્યારે, "જો યહોવાહ અમારા પક્ષમાં ન હોત,

3તો તેઓનો ક્રોધ અમારા ઉપર સળગી ઊઠતાં તેઓ અમને જીવતા જ ગળી જાત.

4પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત.

5તે અભિમાની માણસોએ અમને પાણીમાં ડુબાડી દીધા હોત."

6યહોવાહની સ્તુતિ થાઓ, જેમણે તેઓના દાંતનો શિકાર થવાને અમને સોંપ્યા નહિ.

7જેમ પારધીની જાળમાંથી પક્ષી છટકી જાય, તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તૂટી ગઈ છે અને અમે બચી ગયા છીએ.

8આકાશ અને પૃથ્વીના સર્જનહાર, યહોવાહ અમારા મદદગાર છે.



 <<  Psalms 124 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran