Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Malachi 4 >> 

1કેમ કે જુઓ, તે દિવસ આવી રહ્યો છે, ભઠ્ઠીની પેઠે બળે છે, જ્યારે બધા અભિમાની તથા દુરાચારીઓ ભૂસા સમાન થશે. સૈન્યોના યહોવાહ કહે છે કે, જે દિવસ આવે છે તે તેઓને એવા બાળી નાખશે કે" "તેમનું મૂળ કે ડાળી રહેશે નહિ.

2પણ તમે જેઓ મારા નામનો ભય રાખો છો તેઓના માટે ન્યાયીપણાનો સૂર્ય ઊગશે અને તેની પાંખોમાં સાજાપણું હશે. તમે બહાર આવીને વાડામાંથી છૂટેલા વાછરડાની જેમ કૂદશો.

3અને તમે દુષ્ટ લોકોને તમારા પગ નીચે છૂંદશો, સૈન્યોના યહોવાહ કહે છે કે, "જે દિવસે હું આ કરીશ તે દિવસે તેઓ તમારાં પગનાં તળિયાં નીચે રાખ જેવા થશે."

4"મેં મારા સેવક મૂસાનો નિયમ, જે મેં હોરેબમાં સર્વ ઇઝરાયલને માટે ફરમાવ્યો હતો એટલે કાનૂનો તથા વિધિઓ તે યાદ રાખો.

5જુઓ, યહોવાહનો મહાન તથા ભયંકર દિવસ આવે તે પહેલાં, હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલીશ.

6તે પિતાઓનાં હૃદય દીકરા તરફ તથા દીકરાઓનાં હૃદય પિતાઓ તરફ ફેરવશે; રખેને હું આવીને પૃથ્વીનો શાપથી વિનાશ કરું."



 <<  Malachi 4 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran