Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Job 17 >> 

1મારો આત્મા ક્ષીણ થયો છે અને મારું આયુષ્ય સમાપ્ત થયું છે; મારા માટે કબર તૈયાર છે.

2નિશ્ચે મારી પાસે તો હાંસી કરનારાઓ જ છે; અને તેમની ખીજવણી પર મારી નજર હંમેશાં રહે છે.

3હવે મને કોલ આપો અને મારા જામીન તમે જ થાઓ; બીજું કોણ છે જે મારી મદદ કરે?

4હે ઈશ્વર, તમે જ, તેઓના હ્રદયને સમજણ પડવા દેતા નથી; તેથી તમે તેઓને ઉચ્ચ પદવીએ ચઢાવશો નહિ.

5જે લાંચ ખાઈને પોતાના મિત્રોની નિંદા કરે છે. તેનાં સંતાનોની આંખો ક્ષીણ થશે.

6તેમણે મને લોકોમાં હાંસીપાત્ર બનાવ્યો છે; તેઓ મારા મોઢા પર થૂંકે છે.

7દુ:ખથી મારી આંખો ઝાંખી થઈ છે; અને મારાં બધાં અંગો પડછાયા જેવાં બની ગયા છે.

8ન્યાયી લોકો આને લીધે વિસ્મય પામશે; નિર્દોષ લોકો અધર્મીની વિરુદ્ધ ઉશ્કેરાશે.

9છતાંય સજ્જન પુરુષો પોતાના માર્ગમાં ટકી રહેશે અને શુદ્ધ હાથવાળો અધિકાધિક બળવાન થતો રહેશે.

10પરંતુ તમે બધા, પાછા વળીને આવો; મને તો તમારામાં એકપણ બુદ્ધિમાન પુરુષ મળતો નથી.

11મારું જીવન પસાર થતું જાય છે. મારી યોજનાઓ નષ્ટ થઈ ગઈ છે. મારા હૃદયની ઇચ્છાઓ પણ પૂરી થઈ ગઈ છે.

12આ લોકો, રાતને દિવસ માને છે, તેઓ કહે છે કે અંધકાર હવે જતો રહેશે, અજવાળું પાસે છે.

13જો શેઓલ મારું ઘર થશે એવી મેં આશા રાખી હોત, જો અંધકારમાં મેં મારી પથારી બિછાવી હોત;

14મેં ભ્રષ્ટાચારને એમ કહ્યું હોય કે, 'તું મારો પિતા છે;' મેં કીડાઓને એમ કહ્યું હોત, તમે મારી મા અને બહેન છે;'

15તો પછી મારી આશા ક્યાં રહી ? અને મારી આબાદીને કોણ જોશે?

16જ્યારે આપણે ધૂળમાં ભળી જઈશું ત્યારે, આશા મારી સાથે શેઓલના દરવાજાઓ સુધી ઊતરી જશે?''



 <<  Job 17 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran