Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Chronicles 27 >> 

1યોથામ જયારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ યરુશા હતું; તે સાદોકની દીકરી હતી.

2તેના પિતા ઉઝિયાએ જે સારું કર્યું હતું તે પ્રમાણે તેણે ઈશ્વરની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે ઉઝિયાની માફક ઈશ્વરના ભક્તિસ્થાનમાં પ્રવેશીને પાપ કર્યું નહિ. પણ લોકો તો હજી સુધી દુષ્ટ કાર્યો કર્યા કરતા હતા.

3તેણે ઈશ્વરના ઘરનો ઉપલો દરવાજો બાંધ્યો અને ઓફેલના કોટ ઉપર પુષ્કળ પ્રમાણમાં બાંધકામ કર્યા.

4આ ઉપરાંત તેણે યહૂદિયાના પહાડી પ્રદેશમાં નગરો બાંધ્યાં અને જંગલોમાં કિલ્લાઓ તથા બુરજો બાંધ્યાં.

5વળી તેણે આમ્મોનીઓના રાજાની સાથે યુદ્ધ કરીને તેઓના ઉપર વિજય મેળવ્યો. તે જ વર્ષે આમ્મોનીઓએ તેને સો તાલંત ચાંદી, દસ હજાર માપ ઘઉં તથા દસ હજાર માપ જવ ખંડણી તરીકે આપ્યાં. આમ્મોનીઓએ તેને બીજા તથા ત્રીજા વર્ષમાં પણ એટલી ખંડણી ભરી આપી.

6યોથામ બળવાન થતો ગયો, કેમ કે તે પોતાના પ્રભુ ઈશ્વરના માર્ગોમાં યથાર્થ રીતે ચાલ્યો.

7યોથામનાં બાકીનાં કૃત્યો સંબંધી, તેના વિગ્રહો તથા તેનાં આચરણો વિષે ઇઝરાયલ તથા યહૂદિયાના રાજાઓના પુસ્તકમાં લખવામાં આવેલું છે.

8તે જ્યારે રાજ કરવા લાગ્યો, ત્યારે તેની ઉંમર પચીસ વર્ષની હતી; તેણે યરુશાલેમમાં સોળ વર્ષ રાજ કર્યું.

9યોથામ પોતાના પૂર્વજોની સાથે ઊંઘી ગયો અને તેઓએ તેને દાઉદનગરમાં દફનાવ્યો. તેનો પુત્ર આહાઝ તેને સ્થાને રાજા બન્યો.



 <<  2 Chronicles 27 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran