Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Corinthians 8 >> 

1હવે મૂર્તિઓને ધરાવેલી પ્રસાદી વિષે આપણે જાણીએ છીએ અને આપણ સર્વને એ બાબતનું જ્ઞાન છે. જ્ઞાન માણસને ગર્વિષ્ઠ કરે છે પણ પ્રેમ તેની ઉન્નતિ કરે છે.

2પણ જો કોઈ એવું ધારે કે હું પોતે કંઈ જાણું છું, તો પણ જેમ જાણવું જોઈએ તેવું કશું હજી જાણતો નથી.

3પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે, તો તે તેમને ઓળખે છે.

4મૂર્તિઓનાં પ્રસાદી ખાવા વિષે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં [કંઈ જ] નથી અને એક [ઈશ્વર] સિવાય બીજા કોઈ ઈશ્વર નથી.

5કેમ કે આકાશમાં કે પૃથ્વી પર જો કે કહેવાતા દેવો છે (એવા ઘણા દેવો તથા કહેવાતા પ્રભુઓ છે તેમ);

6તોપણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે, જેમનાથી સર્વ સર્જાયું છે; અને આપણે તેમને અર્થે છીએ; એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેમને આશરે સર્વ છે અને આપણે પણ તેમને આશ્રયે છીએ.

7પણ સર્વ માણસોમાં એવું જ્ઞાન નથી; કેટલાક લોકોને હજુ સુધી મૂર્તિનો પરિચય હોવાથી તેની પ્રસાદી તરીકે તે ખાય છે; અને તેઓનું અંતઃકરણ નિર્બળ હોવાથી ભ્રષ્ટ થાય છે.

8પણ ભોજનથી આપણે ઈશ્વરને માન્ય થતા નથી: જો ન ખાઈએ તો આપણે વધારે સારા થતા નથી; અને જો ખાઈએ તો વધારે ખરાબ થતા નથી.

9પણ સાવધાન રહો, રખેને આ તમારી છૂટ નિર્બળોને કોઈ રીતે ગેરમાર્ગે દોરે.

10કેમ કે તારા જેવા જ્ઞાની માણસને મૂર્તિના મંદિરમાં બેસીને ભોજન કરતાં જો કોઈ નિર્બળ [અંતઃકરણવાળો] માણસ જુએ, તો શું તેનું અંતઃકરણ મૂર્તિઓની પ્રસાદી ખાવાની હિંમત નહિ કરશે?

11એવી રીતે તારા જ્ઞાનથી તારો નિર્બળ ભાઈ જેને લીધે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા તેનો નાશ થાય;

12અને એમ ભાઈઓની વિરુદ્ધ પાપ કરીને તથા તેઓનાં નિર્બળ અંતઃકરણોને આઘાત પમાડીને તમે ખ્રિસ્તની વિરુદ્ધ પાપ કરો છો.

13તેથી હું પ્રસાદી ખાઉં તેનાથી મારો ભાઈ ગફલતમાં પડે તો તે ગફલતમાં ન પડે એ માટે હું ક્યારેય પણ માંસ નહિ ખાઉં.



 <<  1 Corinthians 8 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran