Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  1 Corinthians 12 >> 

1હવે, ભાઈઓ, આત્મિક દાનો વિષે તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી.

2તમે જાણો છો કે, તમે બિનવિશ્વાસી હતા, ત્યારે જેમ કોઈ તમને દોરી જાય તેમ મૂંગી મૂર્તિઓ પાછળ તમે દોરવાઈ જતા હતા.

3માટે હું તમને જણાવું છું કે, ઈશ્વરના આત્માથી બોલનારો કોઈ માણસ ઈસુને શાપપાત્ર કહેતો નથી; અને કોઈ માણસ, પવિત્ર આત્મા વિના, 'ઈસુ પ્રભુ છે,' એવું કહી શકતો નથી.

4કૃપાદાનો અનેક પ્રકારનાં છે, તોપણ આત્મા તો એકનાએક જ છે;

5સેવા અનેક પ્રકારની છે, પણ પ્રભુ એકનાએક જ છે.

6કાર્યો અનેક પ્રકારનાં છે, પણ ઈશ્વર એકનાએક જ છે, તે સર્વમાં કાર્યરત છે.

7પણ આત્માનું સ્પષ્ટીકરણ પ્રત્યેકનો સામાન્ય ઉપયોગને માટે અપાયેલું છે.

8કેમ કે એકને આત્માથી જ્ઞાનની વાત અપાઇ છે; તો કોઈને એજ આત્માથી વિદ્યાની વાત અપાઈ છે;

9કોઈને એજ આત્માથી વિશ્વાસ; અને કોઈને એજ આત્માથી સાજાં કરવાનાં કૃપાદાન;

10કોઈને ચમત્કાર કરવાનું; અને કોઈને પ્રબોધ કરવાનું; કોઈને આત્માઓને પારખી જાણવાનું, કોઈને અલગ અલગ ભાષાઓ બોલવાનું અને કોઈને ભાષાંતર કરવાનું કૃપાદાન અપાયેલું છે.

11પણ પોતાની ઇચ્છા પ્રમાણે પ્રત્યેકને કૃપાદાન વહેંચી આપનાર અને સર્વ શક્ય કરનાર એ ને એ જ આત્મા છે.

12કેમ કે જેમ શરીર એક છે, અને તેનાં અંગો ઘણાં છે, તે એક શરીરનાં અંગો ઘણા હોવા છતાં સર્વ અંગો મળીને એક શરીર છે, તેમ ખ્રિસ્ત પણ છે.

13કેમકે આપણે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, સર્વ એક શરીરમાં એક આત્માથી બાપ્તિસ્મા પામ્યા; અને સર્વને એક આત્મા પ્રદાન કરવામાં આવ્યાં છે.

14પણ શરીર તો એક અંગનું નથી, પણ ઘણાં અંગોનું છે.

15જો પગ કહે કે, હું હાથ નથી એ માટે હું શરીરનો નથી, તો તેથી શું તે શરીરનો નથી?

16જો કાન કહે કે, હું આંખ નથી માટે હું શરીરનો નથી, તો શું તેથી તે શરીરનો નથી?

17જો આખું શરીર આંખ હોત તો કાન ક્યાં હોત? જો આખું શરીર કાન હોત તો ક્યાં હોત?

18પણ હવે ઈશ્વરે દરેક અંગને પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલું છે.

19જો સર્વ એક અંગ હોત, તો શરીર ક્યાં હોત?

20પણ હવે અંગો ઘણા છે પણ શરીર એક જ છે.

21આંખ હાથને કહી શકતી નથી કે મને તારી જરૂર નથી; અથવા માથું પગને કહી શકતું નથી કે, મને તારી જરૂર નથી.

22વળી શરીરનાં જે અંગો ઓછાં માનપત્ર દીસે છે તેઓની વિશેષ અગત્ય છે;

23શરીરના જે ભાગો નબળા દીસે છે તેઓને આપણે વધતું માન આપીએ છીએ; અને એમ આપણા કદરૂપાં અંગો વધારે શોભાયમાન કરાય છે.

24આપણાં સુંદર અંગોને એવી જરૂર નથી. પણ જેનું માન ઓછું હતું તેને ઈશ્વરે વધારે માન આપીને, શરીરને ગોઠવ્યું છે,

25એવું કે શરીરમાં ફુટ પડે નહિ, પણ અંગો એકબીજાની એક સરખી કાળજી રાખે.

26અને જો એક અંગ દુઃખી થાય, તો તેની સાથે સર્વ અંગો પણ દુઃખી થાય છે; જો એક અંગને માન મળે, તો તેની સથે સર્વ અંગો ખુશ થાય છે.

27હવે તમે ખ્રિસ્તનું શરીર, અને તેના જૂદાંજૂદાં અંગો છો.

28ઈશ્વરે વિશ્વાસી સમુદાયમાં કેટલાકને નીમ્યા છે, તે આ પ્રમાણે છે; પ્રેરિતો, પ્રબોધકો, ઉપદેશકો, ચમત્કારોને, સાજાપણું આપનારા, સહાયકો, અધિકારીઓ અને વિવિધ ભાષા બોલનારાઓ.

29શું બધા પ્રેરિતો છે? બધા પ્રબોધકો છે? બધા ઉપદેશકો છે? બધા ચમત્કારો [કરનારા] છે?

30શું બધાને સાજા કરવાના કૃપાદાન છે? શું બધા વિવિધ ભાષાઓ બોલે છે? શું બધા ભાષાંતર કરે છે?

31જે કૃપાદાનો વધારે ઉત્તમ છે તેઓને પ્રાપ્ત કરવાની ઉત્કંઠા રાખો; તોપણ હું તમને એ કરતાં ઉત્તમ માર્ગ બતાવું છું.



 <<  1 Corinthians 12 >> 


Bible2india.com
© 2010-2025
Help
Single Panel

Laporan Masalah/Saran