Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  John 17 >> 

1ઈસુએ એ વાતો કહ્યા પછી આકાશ તરફ પોતાની આંખો ઊંચી કરીને કહ્યું કે, 'પિતા, સમય આવ્યો છે; તમે તમારા દીકરાને મહિમાવાન કરો, જેથી દીકરો તમને મહિમાવાન કરે.

2કેમ કે તે સર્વ માણસો પર તમે અધિકાર આપ્યો છે કે, જે સર્વ તમે તેને આપ્યાં છે તેઓને તે અનંત જીવન આપે.

3અનંત જીવન એ છે કે તે તમને એકલાને, સત્ય ઈશ્વરને તથા મને (ઈસુ ખ્રિસ્તને) કે જેને તમે મોકલ્યો છે તેને ઓળખે.

4જે કામ કરવાનું તમે મને સોંપ્યું હતું તે પુરું કરીને મેં તમને પૃથ્વી પર મહિમાવાન કર્યાં છે.

5હવે, ઓ પિતા, જગતની ઉત્પત્તિ અગાઉ તમારી સાથે જે મહિમા હું ભોગવતો હતો તેથી તમે હમણાં પોતાની સાથે મને મહિમાવાન કરો.

6જગતમાંથી જે માણસો તમે મને આપ્યાં છે, તેઓને મેં તમારુ નામ પ્રગટ કર્યું છે; તેઓ તમારાં હતાં, તેઓને તમે મને આપ્યાં છે; અને તેઓએ તમારાં વચન પડ્યાં છે.

7હવે તેઓ જાણે છે કે જે જે તમે મને આપ્યાં છે, તે સર્વ તમારા તરફથી જ છે.

8કેમ કે જે વાતો તમે મને કહેલી હતી તે મેં તેઓને કહી છે; અને તેઓએ તે સ્વીકારી છે; અને હું તમારી પાસેથી આવ્યો છું, એ તેઓએ નિશ્ચે જાણ્યું છે, તમે મને મોકલ્યો છે, એવો વિશ્વાસ તેઓએ કર્યો છે.

9જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓને માટે હું વિનંતી કરું છું; જગતને સારું હું વિનંતી કરતો નથી, પણ જેઓને તમે મને આપ્યાં છે તેઓને માટે; કેમ કે તેઓ તમારાં છે;

10જે બધા મારાં તે તમારા છે અને જે તમારા તે મારાં છે; હું તેઓમાં મહિમાવાન થયો છું.

11હું લાંબા સમય સુધી જગતમાં નથી, પણ તેઓ આ જગતમાં છે અને હું તમારી પાસે આવું છું. ઓ પવિત્ર પિતા, તમારું નામ જે તમે મને આપ્યું છે, તેમાં તેઓને પણ આપણા જેવા એક થવા માટે સંભાળી રાખો.

12હું તેઓની સાથે જગતમાં હતો ત્યાં સુધી તમારુ નામ જે તમે મને આપ્યું છે તેમાં મેં તેઓને સંભાળી રાખ્યાં; અને મેં તેઓનું રક્ષણ કર્યું છે શાસ્ત્રલેખ પૂરો થાય માટે વિનાશના દીકરા સિવાય તેઓમાંના કોઈનો વિનાશ થયો નહિ.

13હવે હું તમારી પાસે આવું છું; 'તેઓમાં મારો આનંદ સંપૂર્ણ થાય,' માટે હું આ જગતના લોકોને એ કહું છું.

14જેમ હું જગતનો નથી, તેમ તમારાં વચનો મેં તેઓને આપી છે; અને જગતે તેઓનો દ્વેષ કર્યો છે કેમ કે તેઓ આ જગતના નથી.

15તમે તેઓને જગતમાંથી લઈ લો એવી વિનંતી હું કરતો નથી, પણ તમે તેઓને દુષ્ટતાથી દૂર રાખો.

16જેમ હું જગતનો નથી, તેમ તેઓ આ જગતના નથી.

17સત્યથી તેઓને પવિત્ર કરો; તમારું વચન સત્ય છે.

18જેમ તમે મને જગતમાં મોકલ્યો છે, તેમ મેં પણ તેઓને જગતમાં મોકલ્યા છે.

19તેઓ પોતે પણ સત્યથી પવિત્ર થાય માટે તેઓને સારું હું પોતાને પવિત્ર કરું છું.

20વળી હું એકલો તેઓને માટે નહિ, પણ તેઓની વાતથી જેઓ મારા પર વિશ્વાસ કરશે, તેઓને માટે પણ વિનંતી કરું છું કે,

21તેઓ બધા એક થાય; ઓ પિતા, જેમ તમે મારામાં અને હું તમારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય, જેથી જગત વિશ્વાસ કરે કે તમે મને મોકલ્યો છે.

22જે મહિમા તમે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, જેથી જેવા આપણે એક છીએ તેમ તેઓ પણ એક થાય;

23[એટલે] હું તેઓમાં અને તમે મારામાં થઇ જેથી તેઓ એક થાય અને સંપૂર્ણ કરાય, એ સારું કે જગત સમજે કે તમે મને મોકલ્યો છે અને જેમ તમે મારા પર પ્રેમ કર્યો છે તેમ તેઓના પર પણ પ્રેમ કર્યો છે.

24હું પિતા, હું એવું ઇચ્છું છું કે, જ્યાં હું છું ત્યાં જેઓને તમે મને આપ્યાં છે તેઓ પણ મારી પાસે રહે, જેથી તેઓ મારો મહિમા જુએ, કે જે તમે મને આપ્યો છે; કેમ કે જગતનો પાયો નંખાયા અગાઉ તમે મારા પર પ્રેમ કર્યો હતો.

25ઓ ન્યાયી પિતા, જગતે તો તમને ઓળખ્યા નથી; પણ મેં તમને ઓળખ્યા છે; અને તમે મને મોકલ્યો છે, એમ તેઓએ જાણ્યું છે;

26મેં તેઓને તમારું નામ જણાવ્યું છે; અને જણાવીશ; એ માટે કે, જે પ્રેમભાવથી તમે મારા પર પ્રેમ રાખ્યો છે તે તેઓમાં રહે અને હું તેઓમાં રહું.'


  Share Facebook  |  Share Twitter

 <<  John 17 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran