Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Ezekiel 15 >> 

1ત્યારે યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

2"હે મનુષ્યપુત્ર, દ્રાક્ષાવૃક્ષ એટલે જંગલના વૃક્ષોમાં દ્રાક્ષાની ડાળી બીજા કોઈ વૃક્ષની ડાળી કરતાં શું અધિક છે?

3શું લોકો કશું બનાવવા દ્રાક્ષાની ડાળીમાંથી લાકડું લે? શું માણસ તેના પર કંઈ ભરવવાને માટે ખીલી બનાવે?

4જો, તેને બળતણ તરીકે અગ્નિમાં નાખવામાં આવે છે ત્યારે જો અગ્નિથી તેના બન્ને છેડા અને તેનો વચ્ચેનો ભાગ પણ સળગવા લાગે છે. શું તે કામને માટે સારું છે?

5જ્યારે તે આખું હતું, ત્યારે તે કોઈ પણ વસ્તુ બનાવવાને લાયક નહોતું; હવે અગ્નિએ તેને બાળીને ભસ્મ કર્યું છે, ત્યારે તેમાંથી શું ઉપયોગી ચીજ બની શકે?"

6તેથી પ્રભુ યહોવાહ કહે છે; જેમ જંગલની દ્રાક્ષાની ડાળીને મેં બળતણ તરીકે અગ્નિને આપી છે; તે પ્રમાણે હું યરુશાલેમના રહેવાસીઓ સાથે કરીશ.

7હું મારું મુખ તેઓની વિરુદ્ધ કરીશ. જોકે તેઓ અગ્નિમાંથી બહાર નીકળી જશે તોપણ અગ્નિ તેઓને બાળી નાખશે. જ્યારે હું મારું મુખ તેઓની વિરુદ્ધ કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.

8તેઓએ પાપ કર્યું છે માટે હું દેશને ઉજ્જડ કરીશ." એમ પ્રભુ યહોવાહ કહે છે!


  Share Facebook  |  Share Twitter

 <<  Ezekiel 15 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran