Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Hebrews 4 >> 

1એ માટે આપણે ડરવું જોઈએ એમ ન થાય, કે તેમના વિશ્રામમાં પ્રવેશ પામવાનું વચન હજી એવું ને એવું હોવા છતાં તમારામાંનો કોઇ કદાચ ત્યાં પહોંચવામાં નિષ્ફળ થાય.

2કેમ કે જેમ ઇઝરાયલીઓને તેમ આપણને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવેલી છે; પણ સાંભળેલી વાત તેઓને લાભકારક થઇ નહિ. જેઓએ ધ્યાન દઈને સાંભળ્યું તેઓની સાથે તેઓ વિશ્વાસમાં સહમત થયા નહિ.

3આપણે વિશ્વાસ કરનારાઓ વિશ્રામમાં પ્રવેશ પામીએ છીએ, જેમ તેમણે કહ્યું છે કે, 'મેં મારા ક્રોધાવેશમાં સમ ખાધા કે, તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ,' જોકે કે કામો તો જગતના આરંભથી પૂર્ણ થયેલાં હતાં.

4કેમ કે સાતમાં દિવસ વિષે એક જગ્યાએ તેમણે એવું કહેલું છે કે, 'સાતમે દિવસે ઈશ્વરે પોતાનાં સર્વ કામથી વિશ્રામ લીધો.'

5અને એજ જગ્યાએ તે ફરી કહે છે કે, 'તેઓ મારા વિશ્રામમાં પ્રવેશ પામશે નહિ.'

6તેથી કેટલાકને તેમાં પ્રવેશ કરવાનું બાકી રહેલું છે અને જેઓને પહેલી સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી, તેઓએ આજ્ઞાભંગ કર્યો. તેથી તેઓ પ્રવેશ પામી શક્યા નહિ,

7માટે એટલી બધી વાર પછી ફરી નીમેલો દિવસ ઠરાવીને જેમ અગાઉથી કહેવામાં આવ્યું તેમ તે દાઉદ દ્વારા કહે છે કે, જો 'આજે તમે તેની વાણી સાંભળો, તો તમે તમારાં હૃદયોને કઠણ કરો નહિ.'

8કેમ કે જો યહોશુઆએ તેઓને તે વિશ્રામ આપ્યો હોત, તો તે પછી બીજા દિવસ સબંધી [ઈશ્વરે] કહ્યું ન હોત.

9એ માટે ઈશ્વરના લોકોને માટે વિશ્રામનો વાર હજી બાકી રહેલો છે.

10કેમ કે જેમ ઈશ્વરે પોતાનાં કામોથી વિશ્રામ લીધો તેમ ઈશ્વરના વિશ્રામમાં જેણે પ્રવેશ કર્યો છે, તેણે પણ પોતાનાં કામથી વિશ્રામ લીધો છે.

11એ માટે આપણે તે વિશ્રામમાં પ્રવેશવાને ખંતથી યત્ન કરીએ કે, એમ ન થાય કે આજ્ઞાભંગના એ જ ઉદાહરણ પ્રમાણે કોઈ પતિત થાય.

12કેમ કે ઈશ્વરનો શબ્દ જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વધારે તીક્ષ્ણ છે, તે જીવ, આત્મા, સાંધા તથા મજ્જાને જુદાં કરે એટલે સુધી વીંધનારો છે; અને હૃદયના વિચારોને તથા લાગણીઓને પારખી લેનાર છે.

13ઉત્પન્ન કરેલું કંઈ તેની આગળ ગુપ્ત નથી; પણ જેમની સાથે આપણને કામ છે, તેમની દ્દ્રષ્ટિમાં આપણે સઘળાં તદ્દન ઉઘાડાં છીએ.

14તો ઈશ્વરના પુત્ર ઈસુ જે સ્વર્ગમાં પ્રવેશ પામ્યા છે, એવા મહાન પ્રમુખ યાજક આપણને મળ્યા છે, માટે આપણે જે સ્વીકાર્યું છે તેને દૃઢતાથી પકડી રાખીએ.

15કેમ કે આપણી નિર્બળતા પર જેમને દયા ન આવે એવા નહિ, પણ તે સર્વ પ્રકારે આપણી જેમ પરીક્ષણ પામેલા છતાં નિષ્પાપ રહ્યા એવા આપણા પ્રમુખ યાજક છે.

16એ માટે દયા પામવાને તથા યોગ્ય સમયે સહાયને માટે કૃપા પામવા સારુ આપણે હિંમતથી કૃપાસનની પાસે આવીએ.


  Share Facebook  |  Share Twitter

 <<  Hebrews 4 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran