Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Hebrews 1 >> 

1પ્રાચીન કાળમાં પ્રબોધકો દ્વારા આપણા પૂર્વજોની સાથે ઈશ્વર અનેક વાર વિવિધ રીતે વાત કરી હતી.

2તે આ છેલ્લા સમયમાં પુત્ર કે, જેમને તેમણે સર્વના વારસ ઠરાવ્યા અને વળી જેમના વડે તેમણે વિશ્વ પરના લોકોને ઉત્પન્ન કર્યા, તેમના દ્વારા આપણી સાથે બોલ્યા છે.

3તે ઈશ્વરના ગૌરવનું તેજ તથા તેમના વ્યક્તિત્વની આબેહૂબ પ્રતિમા છે, પોતાના પરાક્રમના શબ્દથી તે સર્વને નિભાવી રાખે છે; તે આપણા પાપનું પ્રાયશ્ચિત કરીને મહાન [પિતાની] જમણી તરફ ઉચ્ચસ્થાને બિરાજેલા છે.

4તેમને દૂતો કરતાં જેટલા પ્રમાણમાં ઉચ્ચતમ નામ વારસામાં મળ્યું છે, તેટલા પ્રમાણમાં તે તેઓ કરતાં ઉત્તમ છે.

5કેમ કે ઈશ્વરે દૂતોને ક્યારે એવું કહ્યું કે, 'તું મારો દીકરો છે, આજે મેં તને જન્મ આપ્યો છે?' અને વળી, 'હું તેનો પિતા થઈશ અને તે મારો પુત્ર થશે?'

6વળી જયારે તે પ્રથમજનિતને જગતમાં લાવે છે, ત્યારે તે કહે છે કે, 'ઈશ્વરના સર્વ દૂતો તેમનું ભજન કરો.'

7વળી દૂતો સંબંધી તે એમ કહે છે કે, 'તે પોતાના દૂતોને વાયુરૂપ, અને પોતાના સેવકોને અગ્નિની જવાળારૂપ કરે છે.'

8પણ પુત્ર વિષે તે કહે છે, 'ઓ ઈશ્વર, તમારું રાજયાસન સનાતન છે અને તમારો રાજદંડ ન્યાયીપણાનો દંડ છે.

9તમે ન્યાયીપણા પર પ્રેમ રાખ્યો છે અને અન્યાય પર દ્વેષ કર્યો છે, એ માટે ઈશ્વરે, એટલે તમારા ઈશ્વરે, તમને તમારા સાથીઓ કરતાં અધિક ગણીને આનંદરૂપી તેલથી અભિષિક્ત કર્યા છે.

10વળી, ઓ પ્રભુ, તમે આરંભમાં પૃથ્વીનો પાયો નાખ્યો, અને આકાશો તમારા હાથની કૃતિ છે.

11તેઓ નાશ પામશે, પણ તમે કાયમ રહો છો; તેઓ સર્વ વસ્ત્રની માફક જીર્ણ થઈ જશે;

12તમે ઝભ્ભાની જેમ તેઓને વાળી લેશો; અને વસ્ત્રની જેમ તેઓ બદલાશે; પણ તમે એવા અને એવા જ છો, તમારાં વર્ષોનો કદી અંત આવશે નહિ.'

13પણ ઈશ્વરે ક્યા દૂતને કદી એમ કહ્યું કે, 'હું તારા શત્રુઓને તારા પગ નીચે કચડું નહિ, ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ?'

14શું તેઓ સર્વ સેવા કરનારા આત્મા નથી? તેઓને ઉધ્ધારનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલવામાં આવ્યા નથી?


  Share Facebook  |  Share Twitter

 <<  Hebrews 1 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran