Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Judges 17 >> 

1એફ્રાઈમના પહાડી પ્રદેશમાં મિખા નામે એક માણસ રહેતો હતો.

2તેણે પોતાની માતાને કહ્યું, "ચાંદીના જે અગિયારસો સિક્કા તારી પાસેથી ચોરી લેવાયા હતા, તેના લીધે તેં શાપ આપ્યો હતો, મેં તે સાભળ્યું હતું! હવે અહીં જો! તે ચાંદીના સિક્કા મારી પાસે છે. મેં લઈ લીધાં હતા." તેની માતાએ કહ્યું, "મારા દીકરા, ઈશ્વર તને આશીર્વાદ આપો!"

3તેણે તે અગિયારસો ચાંદીના સિક્કા પોતાની માતાને પાછા આપ્યાં. ત્યારે માતાએ કહ્યું, "મારા દીકરાને માટે કોરેલી મૂર્તિ તથા ધાતુની મૂર્તિ બનાવવાને માટે, મેં તે સિક્કા ઈશ્વરને અર્પણ કરવા અલગ રાખ્યા હતા. તેથી હવે, હું તને તે પાછા આપીશ".

4જયારે તેણે પોતાની માતાને તે સિક્કા પાછા આપ્યાં, ત્યારે તેની માતાએ સિક્કા મૂર્તિ ઘડનારને આપ્યાં, જેણે કોતરેલી મૂર્તિ તથા ધાતુની મૂર્તિ બનાવી અને તે મિખાના ઘરમાં રહી.

5મિખાના ઘરે દેવસ્થાન હતું, તેણે એફોદ તથા દેવસ્થાન બનાવ્યાં અને પોતાના દીકરાની પ્રતિષ્ઠા કરીને તેને તેઓનો યાજક બનાવ્યો.

6તે દિવસોમાં ઇઝરાયલમાં રાજા નહોતો અને દરેક પોતાની દ્રષ્ટિમાં જે સારું લાગે તે જ તે કરતો હતો.

7હવે યહૂદિયાના બેથલેહેમનો એક જુવાન માણસ, તે યહૂદાના કુટુંબનો હતો, તે લેવી હતો, તે આવીને ત્યાં વસેલો હતો.

8તે માણસ યહૂદિયાનું બેથલેહેમ છોડીને વસવાટ કરવા માટે જગ્યા શોધવા ચાલી નીકળ્યો અને તે મુસાફરી કરતા એફ્રાઈમના પહાડી દેશમાં મિખાના ઘરે આવી પહોંચ્યો.

9મિખાએ તેને પૂછ્યું, "તું ક્યાંથી આવે છે? "તે માણસે તેને કહ્યું કે, "હું યહૂદિયાના બેથલેહેમનો લેવી છું, હું જગ્યા શોધવા જાઉં છું જેથી મને ત્યાં રહેવા મળે."

10મિખાએ તેને કહ્યું, "મારી સાથે રહે અને મારો સલાહકાર તથા યાજક થા. હું તને દર વર્ષે ચાંદીના દસ સિક્કા, એક જોડ વસ્ત્રો અને ખાવાનું આપીશ." તેથી લેવી અંદર ગયો.

11તે જુવાન લેવી મિખાની સાથે રહેવાને રાજી હતો અને મિખા માટે પોતાના દીકરા સમાન બન્યો.

12મિખાએ તે લેવીને પવિત્ર ક્રિયાને માટે અભિષિક્ત કર્યો. તે જુવાન માણસ તેનો યાજક બન્યો અને તે મિખાના ઘરમાં રહ્યો.

13ત્યારે મિખાએ કહ્યું, "હવે હું જાણું છું કે ઈશ્વર મારે માટે સારું કરશે, કારણ કે આ લેવી મારો યાજક છે.


  Share Facebook  |  Share Twitter

 <<  Judges 17 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran