Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  2 Timothy 4 >> 

1માટે ઈશ્વરની સમક્ષ ખ્રિસ્ત ઈસુ જે જીવતાં તથા મૂએલાંઓનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ ઈસુના પ્રગટ થવાના તથા તેમના રાજ્યના [આદેશથી] હું તને આગ્રહથી કહું છું કે,

2તું સુવાર્તા પ્રગટ કર, અનુકુળ તથા પ્રતિકૂળ સમયમાં તત્પર રહે, પૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ.

3કેમકે એવો સમય આવશે કે જેમાં તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાને સારું મનગમતા ઉપદેશકો ભેગા કરશે;

4તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત દંતકથાઓ તરફ વળશે.

5પરંતુ તું સર્વ વાતે સાવધાન થા, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારી સેવા પૂર્ણ કર.

6કેમકે હું અત્યારે પેયાપર્ણ તરીકે રેડાઉં છું, અને મારો અંતિમ સમય પાસે આવ્યો છે.

7હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પુરી કરી છે, અને મેં વિશ્વાસ રાખ્યો છે.

8અને હવે મારે સારૂ ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે દિવસે અદલ ન્યાયાધીશ પ્રભુ મને તે આપશે; અને કેવળ મને નહિ પણ જે સઘળા તેમના પ્રગટ થવાની ઈચ્છા રાખે છે તેઓને પણ આપશે.

9મારી પાસે વહેલો આવવાને તું યત્ન કરજે.

10કેમકે દેમાસ હાલના જગત પર પ્રેમ કરીને મને પડતો મૂકીને, ને થેસ્સાલોનિકામાં ચાલ્યો ગયો છે; ક્રેસ્કેન્સ ગલાતિયા અને તિતસ દલ્માતિયામાં ગયો છે.

11એકલો લૂક મારી સાથે છે. માર્કને તારી સાથે લઇ આવજે, કેમકે સેવાને માટે તે મને ઉપયોગી છે.

12તુખિકસને મેં એફેસસમાં મોકલ્યો.

13જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મુક્યો તે અને પુસ્તકો, પણ વિશેષે કરીને ચર્મપત્રો આવતા સમયે સાથે લઈ આવજે.

14એલેક્ઝાન્ડર તામ્રવર્ણુંએ મને બહુ નુકસાન કર્યું છે, પ્રભુ તેનાં કામ પ્રમાણે તેણે બદલો આપશે,

15તેના વિષે તું સાવધ રહેજે, કેમ કે તેણે અમારી વાતોનો બહુ વિરોધ કર્યો છે.

16મારા પ્રથમ બચાવની વખતે મારી પાસે કોઈ પણ રહ્યું ન હતું, પણ બધા મને મૂકીને ચાલ્યા ગયા હતા; [પ્રભુ] એ તેઓની વિરુધ્ધ ન ગણે

17તોપણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું, કે જેથી મારા દ્વારા સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય, અને સઘળા બિનયહૂદીઓ સાંભળે; અને હું સિંહના મોંમાંથી બચી ગયો.

18અને પ્રભુ સર્વ ખરાબ હુમલાથી મને છોડાવશે, અને પોતાના સ્વર્ગીય રાજ્યને સારૂ મને બચાવી રાખશે; તેમને સર્વકાળ સુધી મહિમા હો. આમીન.

19પ્રિસ્કા તથા અકુલાસ તથા ઓનેસિફરસના કુટુંબના માણસોને સલામ પાઠવે છે.

20એરાસ્તસ કરિંથમાં રહી ગયો; અને ત્રોફિમસને માંદો પડવાથી મેં તેને મિલેતસમાં રહેવા દીધો.

21શિયાળા પહેલાં આવવાને યત્ન કરજે. યુબૂલસ, પુદેન્સ, લીનસ, ક્લોદિયા તથા સર્વ ભાઈઓ તને સલામ કહે છે.

22પ્રભુ તમારા આત્માની સાથે રહો. તારા પર કૃપા હો.


  Share Facebook  |  Share Twitter

 <<  2 Timothy 4 >> 


Bible2india.com
© 2010-2024
Help
Dual Panel

Laporan Masalah/Saran