Bible 2 India Mobile
[VER] : [GUJARATI]     [PL]  [PB] 
 <<  Zechariah 4 >> 

1મારી સાથે જે દૂત વાત કરતો હતો તે પાછો આવ્યો અને જાગેલા માણસની પેઠે તેણે મને ઊંઘમાંથી ઉઠાડ્યો.

2તેણે મને કહ્યું, "તું શું જુએ છે?" મેં કહ્યું, "હું પૂરેપૂરું સોનાનું બનેલું દીપવૃક્ષ જોઉં છું. તેની ટોચ પર કોડિયું છે. તેના પર સાત દીવા છે અને જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત દિવેટ છે.

3તેની પાસે બે જૈતૂનના વૃક્ષો છે, તેમાંનું એક કોડિયાની જમણી બાજુએ અને બીજું કોડિયાની ડાબી બાજુએ."

4ફરીથી મારી સાથે વાત કરનાર દૂતને મેં કહ્યું, "હે મારા મુરબ્બી, તેનો અર્થ શો થાય છે?"

5જે દૂત મારી સાથે વાત કરતો હતો તેણે જવાબ આપીને મને કહ્યું, "તેનો અર્થ શો છે તે શું તું જાણતો નથી?" મેં કહ્યું, "ના, મારા મુરબ્બી."

6(6a) તેણે મને જવાબ આપીને કહ્યું, (6b) ત્યારે દૂતે મને કહ્યું, "ઝરુબ્બાબેલને યહોવાહનું વચન આ છે: 'બળથી નહિ કે સામર્થ્યથી નહિ પણ મારા આત્માથી,' સૈન્યોના યહોવાહ કહે છે,"

7"હે ઊંચા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ થઈ જશે, તેના પર 'કૃપા થાઓ, કૃપા થાઓ, એવા પોકારસહિત ટોચના પથ્થરને બહાર લાવશે."

8યહોવાહનું વચન મારી પાસે આવ્યું અને કહ્યું,

9"ઝરુબ્બાબેલના હાથથી આ પવિત્રસ્થાનનો પાયો નંખાયો છે અને તેના હાથથી તે પૂરું થશે, ત્યારે તું જાણશે કે સૈન્યોના યહોવાહે મને તારી પાસે મોકલ્યો છે, એવું ઝરુબ્બાબેલ કહે છે,

10(10a) નાના કામોના આ દિવસને કોણે ધિક્કાર્યો છે? આ લોકો ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને આનંદ કરશે. (10b) "યહોવાહની આ સાત દીવારૂપી આંખો, આખી પૃથ્વી પર સર્વત્ર ફરતી રહે છે."

11પછી મેં દૂતને પૂછ્યું, "દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ બે જૈતૂન વૃક્ષો છે તે શું છે?"

12વળી મેં ફરીથી તેની સાથે વાત કરીને કહ્યું, "જૈતૂન વૃક્ષની આ બે ડાળીઓ કે જે સોનાની બે દિવેટો છે. તેમાંથી તેલનો પ્રવાહ વહે છે તેઓ શું છે?"

13તેણે મારી સાથે વાત કરવાનું ચાલું રાખ્યું, "આ શું છે તે શું તું નથી જાણતો?" અને મેં કહ્યું, "ના, મારા મુરબ્બી."

14તેણે કહ્યું, "તેઓ તો આખી પૃથ્વીના પ્રભુ પાસે ઊભા રહેનાર બે અભિષિક્તો છે."



 <<  Zechariah 4 >> 


Bible2india.com
© 2010-2024
Help
Single Panel

Laporan Masalah/Saran